રાજકીય ગરમાવો:જૂનાગઢ, ભેંસાણ, વિસાવદર તાલુકાના ગામોમાં લાગ્યા બોર્ડ; 5 કરોડ લઇ ક્રોસ વોટિંગ કરનારે ગામડાંઓમાં પ્રવેશ કરવો નહીં

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 કરોડ રૂપિયા લઇ ક્રોસ વોટિંગ કરનારે ગામડાંઓમાં પ્રવેશ ન કરવો તેવા અનેક ગામોમાં બોર્ડ લાગતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગત મુજબ રાષ્ટ્રપતિની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 7 ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા જાગી છે. એમાં પણ એ 7માં વિસાવદરના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યાની પણ ચર્ચાઓ જાગી હતી.

ખોટી અફવા ન ફેલાવવા સોશિયલ મીડિયા દ્વારા અપીલ
આ મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડિયાએ આવા પાયા વિહોણા આક્ષેપો ન કરવા અને ખોટી અફવા ન ફેલાવવા સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી હતી. સાથે ક્રોસ વોટિંગ કરનારાની તપાસ કરી તેમની સામે આકરાં પગલાં લેવાની માંગ પણ કરી હતી.

ગર્ભિત ઇશારા સમા બોર્ડ મારી દેવાયા
જોકે, તેમ છતાં વિસાવદર, જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના અનેક ગામોમાં એવા બોર્ડ લાગી ગયા છે કે, ગદ્દારોને ઓળખો. રૂપિયા 5 કરોડ લઇને ખેડૂતો સાથે ગદ્દારી કરનાર કહેવાતા ખેડૂત આગેવાને ગામમાં આવવું નહિ. જોકે, આમાં ક્યાંય ખુલ્લં ખુલ્લા વિસાવદરના ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ આવા ગર્ભિત ઇશારા સમા બોર્ડ મારી દેવાયા છે.

બોર્ડમાં લખ્યું ​​​ગદ્દારોએ ગામમાં મત માગવા આવવું નહિ
​​​​​​​
દરમિયાન વિજાપુરના સરપંચ પરેશ મોરવાડિયાએ તો જણાવ્યું હતું કે, સિંહ ખડ ન ખાય તો શું 5 કરોડ રૂપિયા ખાય? જે પોતાના પક્ષના ન થયા તે પ્રજાના શું થવાના છે? માટે આવા ગદ્દારોએ ગામમાં મત માગવા આવવું નહિ. દરમિયાન ખારચિયા, સુખપુર, મેંદપરા, જામકા, વિજાપુર, રાણપુર, ભેંસાણ, છોડવડી સહિતના અનેક ગામોમાં રાતોરાત પોસ્ટર-બોર્ડ લાગી જતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

ભલેને બોર્ડ મારે, મતદારો મારી સાથે છે
મને બદનામ કરવાની સાજિશ છે. ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય કોઇકના ઇશારે આ બોર્ડ મારે છે. ગત ચૂંટણીમાં પણ બોર્ડ માર્યા હતા. મેં ક્રોસ વોટિંગ કર્યું નથી. તેમ છતાં માની લોકે ક્રોસ વોટિંગ કર્યું હોય તો કોંગ્રેસે બોર્ડ મારવા જોઇએ કે ભાજપે? મારા મતદારો અને મારા કરેલા કામો મારી સાથે છે. > હર્ષદ રિબડિયા,ધારાસભ્ય વિસાવદર

અન્ય સમાચારો પણ છે...