ધોરણ 10 અને 12ની ટૂંક સમયમાં પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. જે અંગે પૂર્વ નાયબ નિયમક અને પૂર્વ ડીઇઓ આર.એસ. ઉપાધ્યાય વિદ્યાર્થીઓને કહ્યું કે, પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારના ડર કે તણાવ વગર સર્વે દિકરા અને દિકરીઓ પરીક્ષા આપો તેમજ શહેરની આન- બાન- શાનમાં વધારો કરી જીલ્લાનું ગૌરવ વધારો તેવી શુભેચ્છા પાઠવી હતી.
ઉપરાંત વિદ્યાર્થી તણાવ મુકત પરીક્ષા આપે તે અંગે મહાન લોકોના ઉદાહરણો આપી સમજાવ્યું હતું કે, વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટસ કયારેય પરીક્ષામાં ટોપ ટેનમાં આવ્યા નથી તો પણ અત્યારે તેની કંપનીમાં વિશ્વની ધણી કંપનીના ટોપર્સ નોકરી કરે છે.
ધીરૂભાઇ અંબાણી કોઇ યુનિવર્સીટીના સ્નાતક નહોતા પણ અત્યારે એમની કંપનીમાં ભારતના તેજસ્વી તારલા નોકરી કરે છે. તેવી રીતે અમિતાબ બચ્ચન આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા હતા. આજે એમના અવાજ ઉપર આખી દુનિયા ફીદા છે. સચીન તેડુલકર બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા. તો પણ ક્રિકેટના ભગવાન કહેવાય છે.
તેમજ મોરારી બાપુ દસમાં ધોરણમાં ત્રણ વખત નાપાસ થયા હતા. છતા પણ આજે આખી દુનિયા એમને શ્રદ્ધાથી સાંભળે છે. આમ પ્રેરણા દાયક ઉદાહરણ આપી બોર્ડની પરીક્ષા માત્ર એક ધોરણની છે આખા જીવનની પરીક્ષા નહિં અને અપેક્ષા મુજબ પરિણામ ન મળે તો જીંદગી બગડી જવાની નથી તેમ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.