તેજસ કોઠીવાર
4 જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લુઈસ બ્રેઈલએ નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરી હતી. બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. તેઓ જન્મથી નેત્રહીન ન હતા પરંતુ 8 વર્ષની ઉંમરે તેમણે પોતાની આંખની દ્રષ્ટિ ગુમાવી હતી.
લુઈસ બ્રેઈલે માત્ર 16 વર્ષની ઉંમરે નેત્રહીન લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે બ્રેઈલ લિપિની શોધ કરી હતી. આ લિપિના શોધક લુઈસ બ્રેઈલ આજે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. 2009માં તેમની 200મી જન્મજયંતિના અવસર પર ભારત સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ અને બે રૂપિયાનો સિક્કો બહાર પાડયો હતો. તેની આ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
લુઈસ બ્રેઈલ દ્વારા ટપકા ટપકા વાળી લીપી વિકસાવી
જ્યારે જૂનાગઢના પ્રજ્ઞાચક્ષુ આશિષભાઇ માકડે(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે) જણાવ્યું હતું કે, લુઈસ બ્રેઈલ દ્વારા ટપકા ટપકા વાળી લીપી વિકસાવી છે. જેને સ્પર્શથી વાંચી શકાય છે. લીપી આવ્યા પછી દુનિયાભરના અંધ લોકો વાંચતા, લખતા થયા અને સારો અભ્યાસ કરી આગળ વધી શક્યા છે. પોતે પોતાના પગભર થઇ શકયા છે.
પ્રજ્ઞાચક્ષુ લોકો પણ વાંચી-લખી આગળ વધી શકે
તેમણે જણાવ્યું હતું કે, પેલા શરૂઆતમાં આટલી આધુનિકતા ન હતી ત્યારે થોડી અભ્યાસમાં મુશ્કેલી પડતી. પણ અત્યારે તો ઘણી વસ્તુ દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો પણ વાંચી-લખી આગળ વધી શકે છે. તેમણે પોતાનો અભ્યાસ જૂનાગઢમાં કર્યો છે. તે 12 થી લઇ TY બીકોમ સુધી જૂનાગઢ કેન્દ્ર પ્રથમ નંબરે રહ્યા હતા અને સીએની ડિગ્રી ધરાવે છે. તેઓ કહ્યું હતું કે, મહેનત કરવાથી સફળતા મળી શકે છે. પ્રજ્ઞાચક્ષુ લોકો પણ સારી પોસ્ટ અને ડિગ્રી મેળવી આગળ વધી શકે છે.
મારા અભ્યાસમાં મારા માતા-પિતા મદદરૂપ બનતા
આશિષભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં આટલી આધુનીકતા પણ ન હતી. તેમ છતાં માતા-પિતા કોઈપણ વિષયની ઓડીયો કેસેટ બનાવતા અને પછી આશિષભાઇ તેમાંથી સાંભળી તૈયાર કરતા ત્યાર બાદ તેઓ જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ના ડિરેક્ટર , એમડી, વાઈસ ચેરમેન અને ચેરમેન રહી ચુક્યા છે.
6 બિંદુઓનો ઉપયોગ કરીને 64 અક્ષરો અને પ્રતીકોબનાવ્યાં
લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી જેમને બ્રેઈલ લિપિ કહેવામાં આવે છે. તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. લુઈસે બ્રેઈલમાં 12ને બદલે માત્ર 6 બિંદુઓનો ઉપયોગ કરીને 64 અક્ષરો અને પ્રતીકોબનાવ્યાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.