કામગીરી:જૂનાગઢ ગિરનાર યાત્રાધામ વિકાસ માટે 78 કરોડના ખર્ચની બ્લુપ્રિન્ટ તૈયાર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રવાસનધામ સમાન ગિરનારને યાત્રિકો માટે તમામ સુવિધાઓથી સજ્જ કરવા માટે રાજ્ય સરકાર અનેકે પ્રયાસ કરી રહી છે. સરકાર દ્વારા રૂ. 78 કરોડની ગ્રાન્ટ અલગ અલગ કામ માટે મંજુર કરવામાં આવી છે. તેમાંથી થનારા વિકાસ કાર્યની બ્લુપ્રિન્ટ તૈયાર છે. અને ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી કે જેમની પાસે પ્રવાસન વિભાગ પણ છે તેમની સાથે સમય મેળવી ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને પણ સાથે રાખી તમામ સ્તરે કામગીરીને વેગ મળે તેવા પ્રયત્ન થશે. સમિતિના સભ્ય શૈલેષ દવેએ જણાવ્યું હતું કે, ગિરનાર લોકોના હૃદયમાં વષે છે.

એ પવિત્રધામને યાત્રિકો માટે સજ્જ કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રૂ. 78 કરોડની ગ્રાન્ટ માંથી કરવામાં આવનાર તમામ વિકાસ કાર્યની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. અને આવનારા ટૂંક સમયમાં મુખ્યમંત્રી સમક્ષ તેને રજુ કરી જરૂરી સૂચના અને સુધારા વધારા સાથે તેને અમલી બનાવવાના કાર્ય શરુ થશે.

આ વિકાસ કાર્યમાં લાઈટિંગથી માંડી જરૂરી તમામ સુવિધાઓ ઉપરાંત ગિરનારની સીડીના પગથિયાંનું સમારકામ પણ કરવામાં આવશે. ગિરનાર યાત્રાધામ તરીકે વિકસી ચુક્યો છે પણ અહીં જરૂરી સુવિધાઓનો અભાવ છે. તેને દૂર કરવા રાજ્ય સરકાર તમામ કાર્ય કરી રહી છે ત્યારે ટૂંક સમયમાં મુખ્યમંત્રી સમક્ષ આ બ્લુપ્રિન્ટ રજૂ કરી આગળનું માર્ગદર્શન લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...