ભાટુ પરિવારે નવો રાહ ચિંધ્યો:પિતાની પુણ્યતિથીએ રક્ત દાન કેમ્પ : 625 બોટલ રક્ત સિવીલ હોસ્પિટલને આપ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • { માણાવદર તાલુકના મરમઠ ગામે યોજાયો અનોખો સેવાયજ્ઞ

માણાવદર તાલુકાના મરમઠ ગામે કોરોનામાં મૃત્યુ પામેલા પિતાને પુત્રએ અનોખી શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે રક્ત દાન કેમ્પ કરી 625 બોટલ રક્ત એકત્ર કરી આ રક્ત સિવીલ હોસ્પિટલ, જૂનાગઢને સોંપ્યું હતું. આ અંગે હમીરભાઇ રામે જણાવ્યું હતું કે, મરમઠ ગામે રહેતા ભીખુભાઇ ભાટુ (ભીખા રાણા)નું ગત વર્ષે કોરોના મહામારીમાં અવસાન થયું હતું.

દરમિયાન તેમની પ્રથમ પુણ્યતિથીએ અનોખો સેવાયજ્ઞ કરી પિતાને શ્રદ્ધાંજલી અર્પવા ભીખાભાઇના પુત્ર દિપકભાઇ તેમજ પરિવારજનોએ નિર્ણય કર્યો હતો. બાદમાં તેઓએ મરમઠ ગામે રક્ત દાન કેમ્પ યોજ્યો હતો જેમાં સર્વ સમાજના લોકોએ જોડાઇને રક્ત દાન કરતા 625 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્ત જૂનાગઢ સિવીલ હોસ્પિટલને સોંપ્યું હતું. આમ, પિતાની પુણ્યતિથીએ રક્તદાન કેમ્પ યોજી દિપકભાઇ અને ભાટુ પરિવારે તમામ સમાજને આફતને અવસરમાં બદલી સમાજની સેવા કરવાનો એક નવો રાહ ચિંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...