તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી જાનહાનિ ટળી:વેરાવળ GIDCની ફીશ એક્સપોર્ટ કંપનીના મશીન રૂમમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી, 100 કર્મચારીઓનો આબાદ બચાવ

વેરાવળ11 દિવસ પહેલા
આગને કાબુમાં લેવા કામગીરી કરી રહેલ ફાયર ફાયટરો
  • વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના ફાયર ફાઈટરોની ટીમે આગને કાબૂમાં લીધી

વેરાવળ GIDCની એક ફીશ એક્ષપોર્ટ કંપનીના મશીન રૂમની ટનલમાં કોઇપણ કારણોસર ભેદી ઘડાકા સાથે બ્‍લાસ્‍ટ થતા ભીષણ આગ લાગી હતી. આ સમયે કંપનીમાં 100 થી વઘુ કર્મચારીઓ કામ કરતા હોય અફરાતફરી મચી હતી. જો કે, તમામ સલામત રીતે બહાર નીકળતી જતા આબાદ બચાવ થયો હતો. વેરાવળ પાલિકા ઉપરાંત સુત્રાપાડા અને કોડીનાર પાલિકાના ફાયર ફાઈટરોએ ત્રણ કલાકની જહેમતના અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. ચોક્કસ કારણ જાણવા હાલ તપાસ શરૂ કરવામા આવી છે.

વેરાવળ-સોમનાથ રોડ પર આવેલ ઓઘોગિક વિસ્‍તાર એવા GIDCમાં કાર્યરત સન એેક્ષપોર્ટ નામની કંપનીમાં સવારે દસેક વાગ્‍યા આસપાસ એકાએક ભેદી ઘડાકા સાથે ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ લઇ લેતા ઘુમાડાના ગોટે ગોટા આકાશ તરફ ઉડવા લાગેલ હતા. જે અનેક કીમી દુરથી પણ જોઇ શકાતા હતા. આગની ઘટનાની જાણ થતા પ્રથમ વેરાવળ પાલીકાનો ફાયર સ્‍ટાફ નાના-મોટા બે પાણીના બંબા સાથે સ્‍થળ પર પહોંચી જઇ પાણીનો મારો ચલાવવાનું શરૂ કરેલ હતુ. જો કે, આગ ભીષણ હોવાથી નજીકના સુત્રાપાડા અને કોડીનાર પાલીકાના ફાયર ફાઇટરોને પણ અત્રે બોલાવવામાં આવેલ હતા. બાદમાં એકીસાથે ત્રણ બંબા થકી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કવાયત કરી રહેલ હતા. ત્રણેક કલાકની જહેમતના અંતે આગ કાબુમાં આવી હતી.

જે સમયે આગ લાગેલ ત્‍યારે એક્ષપોર્ટ કંપનીમાં 100 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓ કામ કરી રહેલ હતા. જો કે આગ લાગતા તમામ કર્મચારીઓએ સમય સુચકતા વાપરી કંપનીની બહાર દોડીને નીકળી જતા આબાદ બચાવ થયો હતો. આગની ઘટનાની વાત પ્રસરતા GIDCમાં કંપનીની બહાર લોકોના ટોળા ઉમટી પડયા હતા. આગ લાગ્‍યાની જાણ થતા પોલીસ કાફલો પણ તુરંત ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો.

દુર દુરથી જોવા મળતા આગના ઘુમાડા
દુર દુરથી જોવા મળતા આગના ઘુમાડા

આ આગની ઘટના અંગે પીઆઇ એન.એમ.આહીરે જણાવેલ કે, સન એક્ષપોર્ટ કંપનીના મશીન રૂમમાંથી જતી કોઇ પાઇપલાઇન (ટનલ)માં કોઇપણ કારણોસર અકસ્‍માતે બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમીક અનુમાન સામે આવ્‍યુ છે. જો કે, આગ કયાં કારણોસર લાગી તેની જાણકારી ફેકટરી ઇન્‍સપેકટર સહિત સંબંઘિત વિભાગના અઘિકારીઓ કંપનીની મુલાકાત કરી તપાસ કરશે ત્‍યારબાદ જાણવા મળશે. આ આગની ઘટનાથી ઉઠેલા ઘુમાડાના કારણે બાજુની કંપનીમાં કામ કરતી સાતેક મહિલાને અસર થઇ હતી. જે તમામને સારવાર અર્થે ડો.રામાવતના દવાખાને ખસેડેલ જયાં તમામ ભયમુકત છે.

આગના લીઘે માલ બચાવવાની કામગીરી કરી રહેલ કર્મચારીઅો
આગના લીઘે માલ બચાવવાની કામગીરી કરી રહેલ કર્મચારીઅો

અત્રે નોંઘનીય છે કે, આજની આગની ઘટના બાદ શરૂ થયેલ લોકચર્ચા મુજબ વેરાવળમાં બંદર અને GIDCમાં અનેક ફેકટરીઓ અને આઇસ પ્‍લાન્‍ટો કાર્યરત છે. જે પૈકી અમુકમાં નિયમો વિરૂઘ્‍ઘ મશીનરી ફીટ કરવાની સાથે માનવ માટે જોખમી એમોનીયા ગેસની ટાંકીઓ ફીટ કરાઇ છે. જે મોટા અકસ્‍માતને આંમત્રણ આપવા સમાન હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. ત્‍યારે આ મામલે કલેકટર સહિત સંબંઘિત વિભાગએ તટસ્‍થ તપાસ કરવાની જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...