ચૂંટણીને લઇ પ્લાનિંગ:ચૂંટણીમાં ભાજપ મહિલાને વધુ ટિકિટ આપશે; પાટીલ, જીતી શકે તેવી મહિલાઓ માટે તક

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જૂનાગઢમાં કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે સંકેત આપ્યા

જૂનાગઢમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મહિલાને વધુ ટિકીટ આપશે. આમ, જીતી શકે તેવી મહિલા માટે ટિકીટની તક છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહમાં જૂનાગઢ જિલ્લા બેન્ક અને સાવજ ડેરીની સાધારણ સભા યોજાઇ હતી. આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પણ ઉપસ્થિતી રહી હતી. દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાજપ મિશન 2022ને લઇને ફૂલ પ્લાનિંગમાં છે. જિલ્લામાંથી જે લોકો વિધાનસભાની ટિકીટ માંગશે તેનો બાયોડેટા લઇને અમિતભાઇ શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મોકલવામાં આવશે. કારણ કે, ટિકીટ તેઓ જ નક્કી કરશે. રાજ્યના ભાજપના તમામ કાર્યકરોને વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ સારી રીતે ઓળખે છે. આ વખતે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મહિલાઓને વધુ ટિકીટ આપશે. પરિણામે જે જીતી શકે તેમ છે તેવી મહિલાઓને માટે વિધાનસભાની ટિકીટની તક છે.

અન્ય સમાચારો પણ છે...