લોકસભા 2024ની તૈયારીઓ શરૂ:ભાજપ દ્વારા મુખ્યમંત્રીની હાજરીમાં સંગઠનના હોદ્દેદારો સાથે મેંદરડા ખાતે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ શિબિર શરૂ

જુનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાજપને ગુજરાતમાં જંગી બેઠકો પર જીત મળી છે ત્યારે ભાજપના મોટા ગજાના નેતાઓથી લઇ નાનામાં નાના કાર્યકર્તાઓએ અત્યાર સુધીમાં કરેલા કામોની ચર્ચા અને આવનાર દિવસોમાં પ્રજાને સેવા લક્ષી કાર્યની વિશેષ માર્ગદર્શન સાથે મેંદરડા ખાતે પ્રશિક્ષણ શિબિરનું ત્રી-દિવસીય આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

17મી, 18મી અને 19મી માર્ચ સુધી શિબિર
ગુજરાત ભાજપ દ્વારા લોકસભા 2024ની તૈયારીઓ રૂપે 17મી માર્ચથી 19મી માર્ચ સુધી સાસણ ગીર ખાતે પ્રદેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે. પહેલા દિવસે પ્રશિક્ષણ શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમજ ભાજપના સંગઠન આ તકે ઉપસ્થિત રહ્યું હતું. ભાજપ દ્વારા 17મી, 18મી અને 19મી માર્ચે સાસણગીરના વિશાલ લોટસ ઈન ગીર ફોરેસ્ટમાં પ્રદેશ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર્યું છે.

" પ્રાયોરિટી ,પોલીસી અને પર્ફોમન્સ "
ધનસુખ ભંડેરીએ પ્રશિક્ષણ શિબિરને લઈ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રશિક્ષણ શિબિર વર્ગના ઉદ્ઘાટન ક્ષેત્રમાં છેલ્લા બે દાયકામાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યોની વાત કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રાયોરિટી ,પોલીસી અને પર્ફોમન્સના આધારે ગુજરાતની જનતા સમક્ષ ગયા હતા. જેને આધારે ગુજરાતની જનતાએ ભાજપને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ કર્યો છે અને દેશ પણ વિકાસ કરી રહ્યો છે. તેના આધાર પર ગુજરાતની જનતાએ ભાજપને પ્રેમ આપ્યો છે. પાણીની સુવિધા, રોડ, રસ્તા, વીજળી ,શિક્ષણ, રોજગારી તેમજ આરોગ્યની સુવિધા બાબતે ગુજરાત આજે નંબર વન છે. ગુજરાતમાં ભાજપ અને સરકારના માધ્યમથી ખૂબ જ વિકાસના કાર્યો થયા છે. તેમજ ટેકનોલોજી વિકાસમાં પણ મોટું કાર્ય થયું છે. આ વર્ષે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ પણ આપવામાં આવ્યું છે.

આ વર્ષનું બજેટ પાંચ સ્તંભ પરનું બજેટ છે

1.ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને સુવિધા આપી, શોષિત પીડિત મહિલાઓને રોજગારી આપી અને તેમનું ઉસ્થાન કરવું.

2.યુવાનોને રોજગારી આપવી ગુજરાતના યુવાનને આગળ વધારવો.

3.ઇનફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ.. ગુજરાતી ની જનતાની આવક મર્યાદા ઉદ્યોગોના વિકાસથી વધારવી.

4.કૃષિ વિકાસ.

ખેડૂતી સમૃદ્ધિથી ગામડું સમૃદ્ધ થશે અને ગામડું સમૃદ્ધ થશે તો શહેર સમૃદ્ધ થશે. અને શહેરો અને ગામડાઓ સમૃદ્ધ થશે તો ગુજરાત સમૃદ્ધ બનશે..

5.ગ્રીન ઉર્જા.

બેનર્જી ઉત્પાદનમાં નંબર વન ગુજરાત છે અને હજુ પણ તેમાં વધારો કરીને ગુજરાતને નંદનવન બનાવી દેશના વિકાસમાં એન્જીનો ગૃહ સાથે જોડવું છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નારા સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે મેંદરડા ખાતે યોજાયેલી પ્રશિક્ષણ શિબિરમાં પોતાની વાત રજૂ કરી ભાજપને આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 સીટ જીતવાના લક્ષ્ય સાથે આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠનના કાર્યકર્તાઓ કાર્ય કરે તેવી વાત રજૂ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...