360 ડિગ્રીએ ભાજપનો યૂટર્ન:જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ પહેલા ત્રણ બેઠક મેળવનાર ભાજપની વાપસી, 22 બેઠક ઉપર વિજય, કોંગ્રેસ 6માં સમેટાઇ

જૂનાગઢ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 9 તાલુકા પં.માંથી 6માં ભાજપને બહુમત, 2માં કોંગ્રેસ, 1માં ટાઇ
  • જૂનાગઢ તાલુકા પંચાયતમાં આપની એન્ટ્રી: આપનો ત્રણ બેઠક પર વિજય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પાંચ વર્ષ બાદ જૂનાગઢ જિલ્લામાં ડબલ જનુનથી ભાજપે વાપસી કરી છે. 2015માં હારનો બદલો ભાજપે લીધો છે. જિલ્લામાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાશ થયો છે. 2015માં જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર 3 બેઠક મળી હતી. જયારે કોંગ્રેસ 27 બેઠક મેળવી શાસનમાં આવ્યું હતું. પરંતુ 2021ની ચૂંટણીમાં સાવ વિપરિત પરિણામ આવ્યું છે. 30 બેઠકમાંથી ભાજપે 22 બેઠક પર જીત મેળવી છે. જયારે કોંગ્રેસનાં ભાગે માત્ર 6 જ બેઠક જયારે અપક્ષ 2 બેઠક જીતી ગયું છે. 5 વર્ષ બાદ ભાજપે જિલ્લા પંચાયતમાં વાપસી કરી છે.

એવી જ રીતે જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં 2015માં ભાજપનાં ભાગે એકપણ પંચાયત આવી ન હતી. એટલુંજ નહીં 158 બેઠકમાંથી ભાજપને માત્ર 34 બેઠક જ મળી હતી. અને કોંગ્રેસે 122 બેઠક પર વિજય મેળવ્યો હતો. પરંતુ હાલની ચૂંટણીમાં ભાજપે તાલુકા પંચાયતમાં વાપસી કરી હતી. 5 તાલુકા પંચાયતમાં બહુમત મેળવ્યું છે. જયારે કોંગ્રેસે 9 તાલુકા પંચાયતમાં બહુમત મેળવ્યું છે.

જયારે વંથલીમાં ટાઇ થઇ છે. જયારે માણાવદરમાં ભાજપને 8 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે. અપક્ષ એક બેઠક લઇ ગયું છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતની બંધાળા, બિલખા, જામકા બેઠકમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. અને જૂનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે.

ગડુ બેઠકનાં કોંગ્રેસ ઉમેદવારે સૌથી વધુ મત મેળવ્યાં
જિલ્લા પંચાયતની ગડુ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર કિરણ અશોકભાઇ પીઠિયાએ 10469 મત મેળવ્યા હતા. જયારે ભાજપમાં મેખડીનાં ઉમેદવાર સામતભાઇ આલાભાઇ વાસણે 10105 મત મેળવ્યા હતા.

માણાવદરમાં એક બેઠકથી ભાજપ આગળ રહ્યું
માણાવદર તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી ભાજપની 8 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે. જયારે એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. માણાવદર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા હાલ રાજ્યમાં કેબિનેટ મંત્રી પણ છે.

ગ્રાઉન્ડ લેવલ પર સંગઠન મજબુત કરી જીત મેળવી છે : જિલ્લા ભાજપ પ્રમુખ
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી અર્થાગ પુરૂષાર્થ અને ગ્રાઉન્ડ લેવલ પર સંગઠનને મજબુત કરી યુવાનોને આગળ કરી આગેવાનો સાથે રાખી કુનેહપુર્વક વીજય મેળવ્યો છે. પાંચ વર્ષ બાદ ફરી વાપસી કરી છે. અને કોંગ્રેસનાં સુપડા સાફ કરી દીધા છે.

સાસણ બેઠકમાં ધારાસભ્યનાં પુત્રવધુની હાર
મેંદરડાની સાસણ બેઠકમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષીનાં પુત્રવધુ આશાબેન મનોજભાઇ જોષી ચૂંટણી લડી રહ્યા હતા. તેની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા વિનોદભાઇ બુસાનાં પરિવારમાંથી નિર્મળાબેન બુસા ચૂંટણી લડતા હતા. જેમાં નિર્મળા બેન બુસાનો વિજય થયો છે. તેમણે 9528 મત મેળવ્યા હતા.

બરડિયા તાલુકા પંચાયતનાં અપક્ષનાં ઉમેદવાર ભાજપમાં જોડાયા
વિસાવદર તાલુકાનાં બરડીયા બેઠકનાં અપક્ષનાં ઉમેદવાર રમાબેન હરસુખભાઇ સાવલીયાએ ભાજપને સમર્થન આપ્યું છે. અને ભાજપમાં જોડાયા છે તેમ કિરીટ પટેલે કહ્યું હતું.

કોંગ્રેસનાં ધારાસભ્યનાં ગઢમાં ગાબડું
વિસાવદર કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રીબડિયાનાં ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. 2015માં અહીં તાલુકા પંચાયત કોંગ્રેસની આવી હતી. પરંતુ આ વખતે એ બેઠક ભાજપે છીનવી લીધી છે. વિસાવદર તાલુકા પંચાયતમાં 18માંથી 11 બેઠક પર ભાજપનો વિજય થયો છે.

આમ આદમી પાર્ટીએ 16 ઉમેદવાર િજલ્લા પંચાયતમાં ઉર્તાયા હતા, તમામની હાર થઇ
અામ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતની 16 બેઠક પર તેમના ઉમેદવાર ઉર્તાયા હતા. જેમાંથી તમામ બેઠક પર આપના ઉમેદવાર હાર્યા હતા. આમ આદમી પાર્ટીનાં કારણે કયાંયને કયાંય કોંગ્રેસને નુકસાન થયું છે. આમ આદમી પાર્ટીના અતુલ શેખડાએ કહ્યુ હતું કે, ત્રણ બેઠકથી જૂનાગઢ િજલ્લામાં આપનો પ્રવેશ થયો છે. પ્રજાના પ્રશ્ને અમે લડત લડશુ.

વંથલી તાલુકા પંચાયતમાં ટાઇ
વંથલી તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 8 બેઠક મળી છે. અહીં ટાઇ થઇ છે. જોકે, આ બેઠક કબજે કરવા ભાજપ પ્રયાસ કરે તેવી શકયતાઓ છે.

જૂનાગઢ જિલ્લો

કુલ પાલિકા 1,બહુમતી ભાજપ 01 (+1) , કોંગ્રેસ 00 (0) , અન્ય 00(0)

નગરપાલીકાબેઠકભાજપકોંગ્રેસઅન્ય
કેશોદ3630(+8)6(-8)0

કુલ તા.પં. 09, બહુમતી ભાજપ 06(+06),કોંગ્રેસ 02 (-7) , 1 ટાઇ

કેશોદ1811(+5)7(-4)0(+1)
ભેંસાણ167(+6)9(-15)0
વિસાવદર1811(+11)6(-12)1(+1)
મેંદરડા165(-2)9(9)2(+2)
વંથલી168(+6)8(-6)0
જૂનાગઢ1813(+11)

2(-14)

3(+3)(આપ)
માણાવદર168(+8)7(-9)1(+1)
માળિયા2013(+4)7(-7)0
માંગરોળ2011(+4)6(-6)3(+2)
જિલ્લા પંચાયત3022 (+19)27(-21)2(+2)

*કૌંસનાં આંકડા 2015નાં પરિણામ સાથેનાં તફાવત દર્શાવે છે.

ગિર- સોમનાથ જિલ્લો

કુલ પાલિકા 4 ,બહુમતી ભાજપ 04 (0), કોંગ્રેસ 0 (0) , અન્ય 0 (0)

નગરપાલીકાબેઠકભાજપકોંગ્રેસઅન્ય
ઊના3635(35)00(-1)1(+1)
વેરાવળ4428(+1)13(-4)3(+3)
સુત્રાપાડા2420(+8)04(-8)0
તાલાલા2424(+13)00 (-13)0

કુલ તા.પં. 06, બહુમતી ભાજપ 04(0) , કોંગ્રેસ 02 (0) , અન્ય 0 (0)

કોડીનાર2415(+8)8(+5)01(-11)
સુત્રાપાડા1808(-5)10(+5)0
વેરાવળ2215(+6)07(+5)0
તાલાલા1807(+4)10(-4)01(+1)
ઊના2620(+7)06(-8)00(-1)
ગીરગઢડા2015(+5)05(-2)00(-4)
જિલ્લા પંચાયત2821 (+8)07(-6)00(-2)

*કૌંસનાં આંકડા 2015નાં પરિણામ સાથેનાં તફાવત દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...