ઉજવણી:ગાંધીનગર મનપામાં રેકર્ડબ્રેક વિજયની વેરાવળમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજ્યોત્સમાં મોઢા મીઠા કરાવી રહેલ ભાજપના આગેવાનો-કાર્યકરો - Divya Bhaskar
વિજ્યોત્સમાં મોઢા મીઠા કરાવી રહેલ ભાજપના આગેવાનો-કાર્યકરો
  • પ્રદેશ, જિલ્લા અને શહેર ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યકરોએ વિજ્યોત્સવ મનાવ્યો

રાજ્યમાં આજે થયેલ પેટા ચૂંટણીઓની મત ગણતરીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો પર ભગવો લહેરાતા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ ભવ્ય વિજયનો વેરાવળમાં ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો.

ગાંધીનગર નગરપાલિકા તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયેલ છે તેનો વિજય ઉત્સવ આજે સાંજે વેરાવળના ટાવરચોકમાં શહેર અને જિલ્લા ભજોના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં આગેવાનો-કાર્યકરો ફટાકડા ફોડી મિઠાઈ ખવડાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ ઉજવણીમાં ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, પાલિકા પ્રમુખ પીયુષ ફોફંડી, મહામંત્રી ભરત ચોલેરા, ડૉ. સંજયભાઈ પરમાર, ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા, કારોબારી ચેરમેન નિલેશભાઈ વિઠલાણી સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...