તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:જૂનાગઢના માંગરોળમાં ભાજપના ઉમેદવારોનું ઢોલ-નગારા સાથે સરઘસ નીકળ્યું, ઢોલી પર નોટોનો વરસાદ થયો

માંગરોળ20 દિવસ પહેલા
 • સરઘસના ઉત્‍સાહમાં આવી ગયેલ કાર્યકર ચલણી નોટો ઉડાડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ગઇકાલે ભાજપના ઉમેદવારો ઢોલ-નગારા સાથે સરઘસ કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. જયાં સરઘસના ઉન્‍માદના ઉત્‍સાહમાં આવી ગયેલા એક આગેવાન કાર્યકતા દ્વારા ઢોલીઓ પર ચલણી નોટો ઉડાડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં સ્‍પષ્‍ટપણે જોઇ શકાય છે કે, ઢોલ-નગારા ગુંજી રહ્યાની સાથે ચલણી નોટો ઉડી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પુરપાટ ઝડપે વાઈરલ થઇ રહ્યો છે.

જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્‍વરાજયની ચુંટણી જંગમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. આ અંતિમ દિવસોમાં રાજકીય પક્ષો વાજતે ગાજતે સરઘસ કાઢી પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવી રહ્યા છે. આવી જ રીતે ગઇકાલે માંગરોળ શહેરમાં ભાજપ તરફથી સ્થાનિક સ્‍વરાજયની ચુંટણીમાં ઝંપલાવી રહેલા ઉમેદવારોએ ઢોલ-નગારાના સુરે સરઘસ કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા નિકળ્યા હતા. જેમાં મોટીસંખ્‍યામાં ભાજપના સ્થાનિક આગેવાનો-કાર્યકરો જોડાયા હતા. જે પૈકી કોઇ એક ઉત્‍સાહમાં આવી ગયેલા આગેવાન કાર્યકર દ્વારા ઢોલી પર ચલણી નોટો ઉડાડી હતી. આ નોટો ઉડાડી રહ્યા તમામ ર્દશ્‍યો કેમેરામાં કેદ થયેલા હતા. જે ર્દશ્‍યોનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

વાઈરલ થયેલ વીડિયોમાં ભાજપના પૂર્વઘારાસભ્‍ય ભગવાનજી કરગઠીયા સહિતના નેતાઓ અને ઉમેદવારો જોવા મળી રહ્યા છે. આ તમામ નેતાઓની આગળ ઢોલ વગાડતા ઢોલી પર કોઇ કાર્યકર ચલણી નોટો ઉડાડતો નજરે પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો