વિધાનસભાની ચૂંટણી:જૂનાગઢ વિધાનસભાના ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું, જંગી સભા સંબોધી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. દરેક પાર્ટીએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ વિધાનસભાના ઉમેદવાર સંજય કોરડીયાએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા
ઉમેદવાર સંજય કોરડીયાએ શામળદાસ ગાંધી ટાઉનહોલ પાસે સરદાર પટેલ ચોક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ સાથે જંગી સભા સંબોધી હતી. સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી રહ્યા છીએ. આજે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતા. 12:39 મિનિટે પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને રજૂ કર્યું હતું. તે પહેલા જૂનાગઢના સરદાર ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં જન સમુદાયને સંબોધન કરી અને દરેક સમાજના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને જંગી મતથી પોતાનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભાજપ તરફેણમાં મતદાન થાય તેવી તૈયારીઓ શરૂ કરી
વધુમાં તેમને જણાવ્યું હતું કે, 'યુદ્ધ એ જ કલ્યાણ'ના નારા સાથે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આજથી જ પ્રચારની રણભૂમિની અંદર ચૂંટણી યુદ્ધના મેદાનની અંદર ઉતરી ગયા છીએ. 1 તારીખ સુધી જૂનાગઢ વિધાનસભામાં વધુમાં વધુ સૌથી વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીના તરફાણમાં મતદાન થાય તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જૂનાગઢની અંદરથી વિધાનસભાનું એક કમળ ગાંધીનગર મોકલવા માટે તમામ તૈયારીઓ પ્રમુખના નેતૃત્વમાં શરૂ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...