વાર્ષિક સંમેલન:ભાજપ ઉદ્યોગપતિ, બહુરાષ્ટ્રિય કંપનીનું કામ કરતી સરકાર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 એપ્રિલે દિલ્હીમાં પ્રદર્શનમાં જૂનાગઢમાંથી કામદારો જોડાશે - સીટુ

જૂનાગઢના હાટકેશ્વર મંદિરમાં ક્રિએટિવ કાસ્ટીંગ કામદાર યુનિયન સીટુનું વાર્ષિક સંમેલન યોજાયું હતું. સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયન સીટુના ગુજરાત ઉપાધ્યક્ષ બટુકભાઈ મકવાણાના પ્રમુખ સ્થાને મળેલ સંમેલનમાં બસ એકતા યુનિયનના ફીરોઝભાઈ શેખ, ઉંમરભાઈ હાલેપોત્રા, માજી કોર્પોરેટર વહાબભાઈ કુરેશી, લાલવાવટા કામદાર યુનિયન સીટુ મહામંત્રી જીસાનભાઈ એડવોકેટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે નવા હોદ્દેદારો જગમાલભાઈ જોગલ, અશ્વિનભાઈ લખલાણી, મનોજભાઈ તરૈયા, રમણીક કરાશીયા, બકુભાઇ જોષી, રાજુભાઈ કાછડીયા સહિત વિગેરે આગેવાનોની વરણી કરવામાં આવી હતી. આ સંમેલનમાં બટુકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાજપા સરકાર ઉદ્યોગપતિઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓ તરફથી કામ કરતી સરકાર છે.

આ સરકાર કામદાર કર્મચારીઓ, નૌજવાનો, ખેડૂતો, આમ જનતા અને ગરીબ વિરોધી છે. માટે 5 એપ્રિલના દિલ્હીમાં કામદાર કિસાન સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજાવાનું હોય તેમાં જૂનાગઢમાંથી મોટી સંખ્યામાં કામદારોને જોડાઇ દિલ્હી જવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...