તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમોના ધજાગરા:જૂનાગઢમાં રાત્રિ કફર્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું, ડુપ્લીકેટ શાહરૂખખાને ડાન્સ પણ કર્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર સહિત ચાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો

જૂનાગઢ શહેરમાં રાત્રિ કફર્યૂનો અમલ હોવા છતાં જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી માસ્ક અને રાત્રિ કફર્યૂના નિયમોના ધજાગરા ઉડાવનારા ચાર વ્યકિત સામે ગુનો નોંધવામા આવ્યો છે. રાત્રિના એક વાગ્યાના અરસામાં બર્થડે અને ડાન્સ પાર્ટીના આયોજનનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે ચાર વ્યકિતની ઓળખ કરી ગુનો નોંધ્યો છે.

10 તારીખે કરવામા આવી હતી જન્મદિનની ઉજવણી

જૂનાગઢ શહેરના બ્લોચવાડામાં રહેતા સરફરાજખાન ઉર્ફે દાદુ વલી મોહમ્મદખાન લાસારી, બ્લોચનો ગત 10મી તારીખે જન્મદિવસ હતો. જૂનાગઢ શહેરમાં રાત્રિ કફર્યૂ હોવા છતા રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં જાહેરમાં એક કરતા વધુ કેકનું કટીંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ઉપસ્થિતિ રહેલા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

રાત્રિ કફર્યૂ દરમિયાન શાહરૂખના ડુપ્લીકેટે ડાન્સ કર્યો!

બ્લોચવાડામાં યોજાયેલી જન્મદિનની પાર્ટીમાં કેક કટીંગ તો કરાયું પણ સાથે ડાન્સનું પણ આયોજન કરાયું હતું. જૂનાગઢમાં જ રહેતા અને શાહરૂખખાનના ડુપ્લીકેટ તરીકે ઓળખાતા યુવકે બર્થડે પાર્ટીમાં ડોન ફિલ્મના ગીત પર ડાન્સ અન એક્ટિંગ કરી લોકોનું મનોરંજન પણ કર્યું હતું.

વીડિયો વાઈરલ થતા SPએ તપાસના આદેશ આપ્યા હતા

બર્થ ડે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા એસપીએ તપાસના આદેશ આપ્યા હતા.તપાસના અંતે ગઈકાલે એ ડીવીઝન પીએસઆઈ આર.જી. મહેતાએ જાહેરનામા ભંગ બદલ સરાજખાન ઉર્ફે દાદુ વલી મોહમદખાન લાસારી, વસીમ ઉર્ફે જોન્ટી યુનુસ બ્લોચ, નિશારખાન ગુલામ મહમદખાન બલોચ, સાહીદ ઈસ્માઈલ કાદરી ( શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ) સામે આઇપીસી 188, 269, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની 51 (B), મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...