તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાઇક ચોરી, ભાંગીને ભંગારમાં વેંચતા 2 શખ્સની ધરપકડ કરાઇ

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય શહેરમાંથી થયેલી 5 બાઇકની ઉઠાંતરીનો પર્દાફાશ
 • 3 મોટર સાઇકલ, ભંગાર સહિત 59,950નો મુદ્દામાલ કબ્જે

અન્ય શહેરમાંથી બાઇકની ઉઠાંતરી કરી, બાઇક ભાંગીને ભંગારમાં વેંચી દેતા જૂનાગઢના 2 શખ્સોને એલસીબીએ દબોચી લીધા છે. આરોપી પાસેથી 3 મોટર સાઇકલ તેમજ ભંગાર મળી કુલ 59,950નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ચોરીની પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડી પાડવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ જૂનાગઢ એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન શહેરના શાંતેશ્વરમાં શેરી નંબર 10માં રહેતો પિયુષ ઉર્ફે પીલો રતીલાલ તેમજ બીલખાનો વિજય મુકેશ સોલંકી બન્ને સાથે મળી અલગ અલગ જગ્યાએથી મોટર સાઇકલની ચોરી કરે છે. બાદમાં તેના સ્પેર પાર્ટસ અલગ કરી ભંગારમાં વેંચી દે છે. આ બન્ને શાંતેશ્વરમાં શેરી નંબર 10 માં છે. આ બાતમીના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, વાયરલેસ પીએસઆઇ ડી.એમ. જલુ અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરમિયાન બન્ને શખ્સોને દબોચી લઇ તપાસ કરતા મકાનમાંથી 3 મોટર સાઇકલ તેમજ ભંગારમાં વેંચવા માટે અલગ કરેલા મોટર સાઇકલના સ્પેર પાર્ટસ મળી આવતા કુલ 59,950નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સાથે જેતપુર સીટીમાં થયેલ 5 મોટર સાઇકલ ચોરીનો પણ પર્દાફાશ થયો છે. દરમિયાન આરોપીઓ દિવસ-રાત્રીના અન્ય શહેરોમાં જઇ મોટર સાઇકલની ઉઠાંતરી કરતા હતા અને બાદમાં જૂનાગઢ ખાતે લાવી મોટર સાઇકલ તોડી, ભંગારમાં વેંચી દેતા હતા. અેલસીબીએ બન્ને શખ્સોને બી ડિવીઝન પોલીસ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો