પોલીસ ફરિયાદ:ધામળેજ ગામે પાર્કિંગમાં રાખેલા બાઈકની ઉઠાંતરી

ધામળેજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ શોધખોળ હાથ ધરતા બાઇક ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી

ધામળેજ ગામે બાઈક લઈને લોકડાયરામાં ગયેલા યુવાનને પાર્કીગમાં રાખેલા બાઈકની કોઈ ઉઠાંતરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગેની પોલીસે વધુ આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. ધામળેજ ગામે વિજયભાઈ વજુભાઈ વાળા પોતાનું બાઈક લઈ લોકડાયરામાં ગયા હતા.

બાપા સીતારામનાં ઓટાની બાજુમાં પોતાનું બાઈક પાર્કિંગમાં મુકી કાર્યક્રમમાં ગયા હતા. બાદમાં કાર્યક્રમ પુરો થયા બાદ બાઈક ન મળતા બે દિવસ બાઈકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાઈક ન મળતા બાઈકની કોઈ ચોરી ગયાનું જણાતા વિજયભાઈએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...