બર્નિંગ બાઈક:જૂનાગઢના વૈભવ ફાટક પાસે બાઈકમાં આગ લાગી, પાર્ક કરેલી હોવાથી ચાલકનો બચાવ

જુનાગઢએક મહિનો પહેલા

જૂનાગઢ શહેરના વૈભવ ફાટક પાસે પાર્ક કરેલી ટુ વ્હીલરમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી.જૂનાગઢના બસ સ્ટેન્ડ રોડ તરફના રસ્તા પર આવેલી એક બિલ્ડીંગ બહાર પાર્ક કરેલી ટુ વ્હીલમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. હોસ્પિટલ,24 કલાક મેડિકલ, એગ્રો, તેમજ ફર્નિચર શોરૂમ આવેલા છે, તેમજ લોકોની અવર જવરથી ધમધમતા વૈભવ ફાટક રોડ પર અચાનક આગ લાગતા લોકોમાં અફરા તફરી મચી હતી.

પાર્ક કરેલી ટુ વ્હીલમાં આગ લાગતા આજુબાજુના દુકાનદારોએ પાણીનો છંટકાવ કરી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો.આગ લાગ્યા બાદ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગઈ હતી. ટુ વ્હીલર માં આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. તો પાર્ક કરેલી બાઈકમાં અચાનક આગ લાગતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...