તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયકલ રાઇડ:વિશ્વ સાયકલ દિવસે સાયકલ રાઇડ યોજાઇ, 81 લોકો જોડાયા

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ યુનિવર્સિટીથી રા ખેંગારવાવ સુધીનું અંતર રાખવામાં આવ્યું

જૂનાગઢમાં વિશ્વ સાયકલ દિવસનાં સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઇડમાં 7 વર્ષથી લઇ 63 વર્ષનાં 81 લોકો જોડાયા હતાં. 3 જુનનાં વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ સાયકલીંગ એસોસીએશન અને સાયકલીંગ કલબ દ્વારા સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઇડ કૃષિ યુનિવર્સિટીનાં પ્રથમ ગેઇટથી રા ખેંગારવાવ સુધી રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 7 વર્ષથી લઇ 63 વર્ષનાં 81 લોકો જોડાયા હતાં. આ તકે મુલવંતભાઇ દોશી, પુનિતભાઇ સવસાણી, કલ્પેશભાઇ સાખલા સહિતનાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...