સરપંચથી લઈ ધારાસભ્ય સુધીની સફર:વિસાવદર બેઠક પર ભાજપ-કૉંગ્રેસના નેતાઓને પછડાટ આપી જીત મેળવનાર ભૂપત ભાયાણી ધરાવે છે 108ની છાપ

જુનાગઢ3 મહિનો પહેલા

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા છે. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કૉંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જો કે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા છે. ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.

વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનેલા ભુપત ભાયાણી કે જેવો એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા..પરંતુ કોઈ કારણોસર ભાજપ છોડી તેઓ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના પરિવર્તનના વિચારોથી પ્રભાવિત થઈ પોતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં ગયા પછી પોતે વિધાનસભાની ચૂંટણી પહેલા જ લોક સંપર્ક વધારી આમ આદમી પાર્ટીના વિચારો લોકોથી સમજાવ્યા હતા.આમ આદમી પાર્ટી એ તેમનું પ્રબળ નેતૃત્વ જોઈ તેમને વિસાવદર વિધાનસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ના કોઈ સ્ટાર પ્રચારક ના કોઈ સેલિબ્રિટી કે ના કોઈ જંગી સભા સંબોધી હતી. માત્ર ભેસાણ અને વિસાવદર પંથકના કરેલા કામો અને સરપંચ રહી ચૂકેલા ભુપત ભાયાણીએ લોકો વચ્ચે જઈ પોતાની કામ કરવાની કાર્ય પદ્ધતિ જણાવી હતી.અને ડોર ટુ ડોર જઇ ગામડે ગામડે લોક પ્રચાર કર્યો હતો..

સેવા અને સમર્પણની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી
ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા, સમાજની વાડી માટેના કામો હોય, ગૌચરના વિકાસના કાર્યો હોય અથવા શ્રમિકોના કે ખેડૂતોના પ્રશ્નો હોય કોરોના સમયમાં ભેંસાણમાં સૌ પ્રથમ કોવીડ સેન્ટર ખોલી સેવા કાર્ય કરી હજારો લોકોને મદદ કરી છે તે નિખાલસતાથી કરેલા કામને લોકોએ બિરદાવ્યા છે અને મને મત આપ્યા છે.

'જે પાર્ટીએ મને ધારાસભ્ય બનાવ્યો તેની સાથએ ગદારી કરવાનું સપનું પણ ન આવે' વધુમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ભુપતભાઈ ભાયાણીને ભાજપમાં જવાની વાત પૂછતા તેમને જણાવ્યું હતું કે ભાજપમાં જવાની વાત ક્યારેય વિચારી પણ નથી અને જે પાર્ટી એ મને ટિકિટ આપીને ધારાસભ્ય બનાવ્યો છે એ પાર્ટી સાથે અત્યારથી હું ગદ્દારી કરું તેવું સપનું પણ ન આવે કારણ કે હું ખેડૂત પુત્ર છું ધરતી પુત્ર છું.

વિસાવદર તેમજ ભેસાણ વિસ્તારમાં હીરા ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી. ત્યારે હીરા ઉદ્યોગના અગ્રણીઓને મદદ કરવા રાજકીય પીઠબળ પૂરું પાડશે? કાયદો વ્યવસ્થા બાબતે ક્યારે પણ કોઈ તકલીફ પડવા દઈશ નહીં અને આ વિસ્તારમાં હીરા ઉદ્યોગનો વ્યાપ વધે અને અન્ય ઉદ્યોગો જેવા કે ખેતીવાડી અને બીજા ઉદ્યોગો ખેતી આધારિત છે. ત્યારે આ વિસ્તારમાં વધુમાં વધુ સારા કાર્યો થાય તે માટે ઉદ્યોગ અગ્રણીઓને પણ આ વિસ્તારમાં ઉદ્યોગ કરવા માટે આહવાન આપવામાં આપશે તેવું જણાવ્યું હતું અને વિધાનસભા મત વિસ્તારના લોકોના પ્રશ્ન હલ કરવા માટે હર હંમેશ તત્પર રહેશે.

અન્ય સમાચારો પણ છે...