તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વેરાવળમાં ભોઈ સમાજે 200 વર્ષથી ચાલી આવતી ભૈરવનાથની હોળીની પરંપરા જાળવી રાખી, કોરોના ગાઈડલાઈન્સ સાથે પર્વની ઉજવણી કરી

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભૈરવનાથની હોળીમાં લોકો ધરાવે છે અતૂટ આસ્થા
 • હોળીના દિવસે લોકો અહીં માનતા પૂર્ણ કરે છે

વેરાવળમાં ભોય સમાજ દ્રારા અંદાજે 200 વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથની હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા. જેમાં આસ્થાભેર માનતા પુરી થતાં નવજાત શીશુઓને પગે લગાડવા લોકો ઊમટ્યાં હતાં. મહામારી કોરોનાના કારણે સિમિત લોકોની હાજરીમાં હોળીના પર્વની ઉજવણી કરવામા આવી હતી. તો સમાજ દ્વારા ગાઈડ લાઈન નું પણ ધ્યાન રખાયું હતું.

કાલભૈરવ કળિયુગનાં જાગૃત દેવતા મનાય છે. શિવ પુરાણમાં ભૈરવને મહાદેવ શંકરનું સ્વરૂપ ગણવામાં આવ્યા છે. તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી. શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલદી રીઝી જાય છે. આવા પરમ કૃપાળુ તથા શીઘ્ર ફળ આપનારા કાલભૈરવની શરણમાં જનાર જીવનો નિઃશંક ઉદ્ધાર થાય છે.ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ શહેર માં સમસ્ત ભોઇ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળમુર્તિ બનાવે છે.

1 મહિના જેટલા સમયમાં 100 થી વધુ યુવાનો મુર્તિ બનાવે છે
ત્યારે વ્યાપારમાં લાભ આપવા તેમજ નિઃસંતાનને સંતાન આપવા ની શ્રદ્ધા વધવાની સાથે આ મુર્તિ લોકોના શ્રધ્ધાનુ કેન્દ્ર બની છે. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં મુર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે. ખુબજ પ્રાચીન કાળથી આ મુર્તિ અહી જ બનાવવામાં આવે છે.અહી માનતા કરનારની માનતા ભૈરવનાથ દાદા અચુક પુરી કરે છે.પરંતુ મહામારીના કારણે ઓછા ભાવીકો આજે દર્શને આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો