કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી:જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખા જોશીને રિપીટ કરાયા

જુનાગઢએક મહિનો પહેલા

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જૂનાગઢના 2017માં ધારાસભ્ય બનેલા ભીખા જોશીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા જોશી લોકોની વચ્ચે રહેનારા અને લોકોના પ્રશ્નોને વાચા આપનારા વ્યક્તિ છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કડવા પાટીદારના અગ્રણી અને ઉદ્યોગપતિ સંજય કોરડીયાને જૂનાગઢ વિધાનસભા બેઠકની ટિકિટ આપવામાં આવી છે.

ગયા વખત કરતાં પણ વધુ મતથી જીતીશઃ ભીખા જોશી
ભીખા જોશી એ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં મારા ધારાસભ્યના સમય દરમિયાન 2017થી લઇ અત્યાર સુધી કોઈ પણ એવું કૃત્ય નથી કર્યું કે, જેથી કરી મતદારોને નારાજગી થાય, મેં લોકો વચ્ચે રહી લોકોના કામ કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે, ગયા વખત કરતાં પણ વધુ મતથી જીતીશ.

અન્ય સમાચારો પણ છે...