આંબેડકર જન્મ જયંતિ:ગાયત્રી મંદિરે ભાવવંદના કરવામાં આવી, સામાજીક સમરસતા મંચ, સવરા મંડપ સમિતી અને ગાયત્રી શક્તિપીઠનું સંયુક્ત આયોજન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરજીની 131 મી જન્મ જયંતિ તા. 14 એપ્રિલ 2022 ના રોજ છે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જૂનાગઢનાં ગાયત્રી મંદિરે તેમના ભાવપૂજન અને ભાવવંદનાનો કાર્યક્રમ રખાયો હતો. ગીરનાર રોડ પર આવેલી ગાયત્રી શક્તિપીઠ ખાતે આજે તા. 13 એપ્રિલ 2022 ને બુધવારે સાંજે 7 વાગ્યે ડો. ભીમરાવ આંબેડકરજીનાં ભાવપૂજન અને ભાવવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ગાયત્રી શક્તિપીઠના નાગભાઇ વાળા, સવરા મંડપ સમિતીનાં પ્રમુખ સુરેશભાઇ સોલંકી અને સમરસતા મંચના સંયોજક ભીખુભાઇ માલવિયા દ્વારા સંયુક્ત રીતે આ આયોજન કરાયું હતું. જેમાં પશ્ચિમાંચલ ક્ષેત્રનાં સંઘચાલક ડો. જયંતિભાઇ ભાડેશિયાએ ડો. આંબેડકરજીનાં જીવનકવન પર વિચારો પ્રગટ કર્યા હતા. આ તકે ગીરનાર ક્ષેત્રનાં સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...