તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વંથલી તાલુકાના ભાટીયા ગામે હોમ આઇસોલેશનનો ભંગ કરનાર 2 પરિવારના 9 સભ્યો સામે પગલાં લેવા મેડીકલ ઓફિસરે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે. આ અંગે મળતી વિગત મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થાણાપીપળીના પેટા કેન્દ્ર ભાટીયામાં વૃદ્ઘાનું હાર્ટએટેકના કારણે મૃત્યું થયું હતું. ત્યાર બાદ તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં તેમના ઘરે દરરોજ બહારગામથી લોકો આવતા હતા. દરમિયાન બહારગામથી આવતા કોઇ સંક્રમણ વ્યક્તિથી અન્ય વ્યક્તિઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હતા.આ અંગેની જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસમાં 27 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર એમ 4 દિવસ દરમિયાન આખા ગામમાં તમામ ઘરના વ્યક્તિઓનું સર્વે કરી સ્ક્રિનીંગ કરી 192 લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ ટેસ્ટમાં 37 એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. દરમિયાન વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જે લોકો પોઝિટીવ આવ્યા હતા તે લોકો હજુપણ ઘરની બહાર જ નહી બહારગામ પણ ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે કોરોનાની ગાઇડ લાઇનનો- હોમ આઇસોલેશનનો ભંગ કરવાના કારણે કેસ વધી રહ્યા હોવાની શક્યતા જણાઇ રહી છે.જોવાની ખૂબી એ છે કે, 2 પરિવારના 9 લોકોને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. દરમિયાન 30 ડિસેમ્બરે પોઝિટીવ વ્યક્તિના ટેમ્પરેચર તેમજ એસપીઓટુ લેવા માટે જ્યારે આરોગ્ય કર્મી ગયા ત્યારે જાણવા મળ્યું કે પોઝિટીવ ઘરે હાજર ન હતા. 14 દિવસના આઇસોલેશન હોવા છત્તાં બહાર ફરતા હોય તેનાથી સંક્રમણ ફેલાવાની ભિતી જણાઇ રહી છે.
આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો છે. તેમજ પોઝિટીવ આવેલા લોકોને આરોગ્યની ટીમ દ્વારા ટેમ્પરેચર સહિતની ચેકઅપ માટે ગયા હતાં.ત્યારે 9 લોકો હાજર મળ્યા ન હતાં. હોમ આઇસોલેશનનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ રજુઆત કરાઇ છે.જોકે,ભાટિયામાં આ ઘટના બાદ આરોગ્ય ટીમ દ્વારા ઘનવંતરી રથ દોડવવામાં આવ્યો છે. તેના માધ્યમથી પણ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ આ કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને કોરોના જેવી મહામારીમાં લોકો સ્વયંમ જાગૃત થાય તે જરૂરી છે. લોકો એકઠા થતા હોય તેવા કાર્યક્રમ ન કરવા તંત્રની અપીલી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.