નિર્ણય:ભારતીય મજદૂર સંઘ કરશે ભાજપની વિરૂદ્ધમાં મતદાન

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં લેવયો નિર્ણય

ભારતિય મઝદૂર સંઘ ભાજપ વિરૂદ્ધ મતદાન કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદમાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત રાજ્યના સૌથી મોટા શ્રમીક સંગઠન ભારતીય મજદૂર સંઘની બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લૅવાયો હતો. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અને તેને સંલગ્ન તમામ ફેડરેશનના મુખ્ય પ્રતિનિધિઓની એક તાકીદની બેઠક અમદાવાદ મુકામે મળેલ હતી.

આ બેઠકમાં ગાંઘીનગર સત્યાગ્રહ છાવણીના મહારેલી બાદ ગુજરાત સરકારને આપેલ આવેદન પત્રમાંની યોગ્ય અને ન્યાયી માંગણીઓ અંગે સરકાર દ્વારા જે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે જેનાથી ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકર્તામાં ભાજપાની વતૅમાન સરકાર પ્રત્યે ગંભીર નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. પરિણામે ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધમાં મતદાન કરવા અને કરાવવાનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિ‌ણર્ય સર્વાનુમતે કરવામાં આવેલ છે.ત્યારે હવે ભારતિય મજદૂર સંઘમાં રહેલા ભાજપ પ્રત્યેના રોષને ખાળવા આગામી દીવસોમાં ભાજપ સરકાર શું નિર્ણય લે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...