સ્પોર્ટસ:શાળા કક્ષાની આંતર્રાષ્ટ્રીય જુડોમાં ભાલપરાની અર્ચના નાઘેરાને સીલ્વર મેડલ મળ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી સ્પર્ધક ભાલપરાની અર્ચના નાઘેરાને છેવટ સુધી ન પછાડી શકી

તાજેતરમાંજ ફ્રાન્સ ખાતે વર્લ્ડ સ્કુલ ગેમ યોજાઇ ગઇ. જેમાં આંતર્રાષ્ટ્રીય કક્ષાએ વેરાવળ તાલુકાના ભાલપરાની અર્ચના નાઘેરાએ સીલ્વર મેડલ જીત્યો છે. વેરાવળ તાલુકાના ભાલપરા ગામની અર્ચના નાઘેરાની પસંદગી 40 કિલોની કેટેગરીમાં ભારતમાંથી થઇ હતી. આથી તે ફ્રાન્સ ખાતે યોજાયેલી વર્લ્ડ સ્કુલ ગેમ્સમાં ભાગ લેવા ગઇ હતી.

જેમાં તેની સામેની સ્પર્ધક તેને છેવટ સુધી પછાડી શકી નહોતી. સમગ્ર સ્પર્ધા દરમ્યાન અર્ચના તેના પર હાવી રહી હતી. અને અંતે તેણે સીલ્વર મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં તેની બહેન અંકિતા નાઘેરાએ 44 કિલોની કેટેગરીમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...