જૈનમુનિનું મનનીય પ્રવચન:ભક્તિ એ પ્રચંડ શક્તિ પેદા કરતું પાવર હાઉસ છે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીરા અને નરસિંહ મહેતા જેવો સમર્પણ ભાવ હોય તો કોઇ મુશ્કેલી ન પડે
  • ગિરનાર યાત્રિક ભવનમાં ચાતુર્માસ પ્રસંગે જૈનમુનિનું મનનીય પ્રવચન

ગિરનાર તીર્થ સ્થાનમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનોના ચાતુર્માસ ચાલી રહ્યા છે. આચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. દરમિયાન પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગિરનાર મંડન નેમિનાથ પ્રભુના જન્મ અને દિક્ષા કલ્યાણક નિમિત્તેભક્તિ સ્વરૂપે ત્રિ દિવસીય મહોત્સવના મંડાણ થયા છે.

પ્રથમ દિવસે નેમિનાથ પ્રભુની નવ્વાણુ પ્રકારી પૂજા અમદાવાદ તપોવનના સંગીત વિશારદ અલ્પેશભાઇ શાહ સુમધુર કંઠેની સંગાથે કરાઇ હતી.દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે,ભક્તિ એ પ્રચંડ શક્તિ પેદા કરતું પાવર હાઉસ છે. આજનો માનવી સમસ્યાના ઢગલા વચ્ચે અટવાયો છે.

તમામ સમસ્યાનું એકજ સમાધાન છે કે તમે પ્રભુના શરણે જતા રહો. ભક્તોની ભીડ ભાંગવાનું કામ ભગવાન કરે જ છે, બસ તમને શ્રદ્ધા હોવી જોઇએ. ડોકટર, ડ્રાઇવર, પાઇલોટ પર હોય તેટલી શ્રદ્ધા પ્રભુ પર હોવી જોઇએ. મીરા અને નરસિંહ મહેતા જેવું પ્રભુ પ્રત્યેનું સમર્પણ આવી જાય તો કોઇ સમસ્યા પરેશાન કરી નહિ શકે.

અન્ય સમાચારો પણ છે...