તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોપીકેસ:ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પી.જી. તથા બી.એડ.ની પરીક્ષાના બીજા દિવસે 6 કોપીકેસ થયા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષાના બે સેશનમાં કુલ 5886 વિદ્યાર્થીઓમાંથી 161 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં
 • પીજી, બીએડની પરીક્ષામાં વધુ 3 સાથે કુલ 20 કોપી કેસ નોંધાયા

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા જિલ્લાના વિવિધ કેન્દ્રો પર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલ પી.જી. સેમેસ્ટર-1 ની એમ.એ., એમ.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એડ., એમ.એસસી., એલએલ.એમ., એમ.આર.એસ., એમ.એસસી.(આઈ.ટી.), એમ.એસસી.(ફોરેન્સિક સાયન્સ), પીજીડીસીએ, બી.એડ. સહીતની પરીક્ષાના બીજા દિવસે બે સેશનમાં કુલ 5,886 વિદ્યાર્થીઓમાંથી 161 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે પરીક્ષા દરમિયાન ચેકીંગ સ્કોડ અને સીસીટીવી થકી 6 કોપી કેસ કરવામાં આવ્યા હતા.

પરીક્ષાઓ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ લેવામાં આવે છે

પરીક્ષાના બીજા દિવસે કોડીનાર ખાતે એમ.એસ.સી.ના કેમેસ્ટ્રી વિષયમાં કુલ 6 કોપીકેસ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી CCTV મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. તમામ પરીક્ષાઓ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ લેવામાં આવી રહી છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પીજી તેમજ બીએડની પરીક્ષામાં વધુ 3 સાથે કુલ 20 કોપી કેસ થયા છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પીજી સેમેસ્ટર 1ની એમએ, એમએસડબલ્યુ, એમકોમ, એમએડ, એમએસસી, એલએલએમ, એમઆરએસ, એમએસસી(આઇટી અને ફોરેન્સિક સાયન્સ) પીજીડીસીએ, બીએડ સહિતની પરીક્ષા યોજાઇ રહી છે. બે સેશનમાં કુલ 17 કેન્દ્રો પર લેવાયેલ પરીક્ષામાં કુલ 5,886 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

જ્યારે શુક્રવારે એમએ હોમ સાયન્સ અને એમએસડબલ્યુમાં 3 કોપીકેસ નોંધાયા છે. આમ વધુ 3 સાથે કુલ કોપી કેસની સંખ્યા 20 પર પહોંચી છે. દરમિયાન ચોરીના દૂષણને ડામવા માટે સીસીટીવી કેમેરા તેમજ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરાઇ રહ્યું છે. ખાસ કરીને કોરોનાની ગાઇડ લાઇનનાચુસ્ત પાલન સાથે પરીક્ષા યોજાઇ રહ્યાનું કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો