તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં પરીક્ષાનું કોઇ આયોજન જ નહી!!

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરેક યુનિ.એ યુજી, પીજીની પરીક્ષાનું આયોજન કર્યું
  • પરીક્ષાનો નિર્ણય નહી લેવાય તો એબીવીપી કરશે આંદોલન

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સત્વરે પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી એબીવીપીએ માંગ કરી છે. આ અંગે એબીવીપીના કાર્યકર્તાઓએ કુલપતિને સંબોધીને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે,કોરોનાના કારણે શિક્ષણ વ્યવસ્થા અસ્ત વ્યસ્ત થઇ ગઇ છે જેનાથી સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને થયું છે. ઓનલાઇન અભ્યાસ કરી માસ પ્રમોશનથી પાસ થયેલાને બહારની પ્રોફેશ્નલ ઇન્સ્ટિટ્યુટ સ્વિકારશે કે નહિ ? તે સવાલ પણ છાત્રોને મુંઝવી રહ્યો છે.

દરમિયાન દરેક યુનિવર્સિટીએ યુજીના અંતિમ વર્ષની અને પીજીની પરીક્ષાનું આયોજન કરી લીધું છે. પરંતુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પાસે પરીક્ષાનું કોઇ જ આયોજન નથી! પરિણામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ થઇ રહ્યું છે. ત્યારે સત્વરે પરીક્ષા અંગેનું આયોજન કરવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે અને ત્યાર બાદ ઉભી થનાર સ્થિતીની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેમ એબીવીપીના કાર્યકર્તાઓએ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...