ઉમેદવારનું નામ જાહેર:માંગરોળ બેઠક પર ભગવાનજી કરગટિયાને ફરી રિપિટ કરાયા, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

જુનાગઢએક મહિનો પહેલા

જૂનાગઢ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારો નક્કી થઈ ગયા છે. ત્યારે માંગરોળ બેઠક પર ભગવાનજી કરગઠિયાને ભાજપે ટિકિટ આપી રિપિટ કર્યા છે. જેને લઈ તેમના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

જૂનાગઢની માંગરોળ બેઠક પર ભાજપે ભગવાનજી કરગઠિયાને ટિકિટ આપી છે. કૉંગ્રેસના કબજામાં રહેલી આ બેઠક કબજે કરવા માટે ભાજપે 2017માં ભગવાનજી કરગઠિયાની હાર થયા બાદ પણ તેમના પર વિશ્વાસ વ્યકત કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 2017માં આ બેઠક પર કૉંગ્રેસના બાબુભાઈ વાજાની જીત થઈ હતી. કૉંગ્રેસ તેને રિપિટ કરે તેવી શક્યતા છે. તો આમ આદમી પાર્ટીએ અહીં પીયૂષ પરમારને ટિકિટ આપી છે.
​​​​​​​ભગવાનજીભાઈ કરગઠીયા કોળી સમાજના આગેવાન છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાનજી કરગઠીયાને ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે. બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ, જિલ્લા ભાજપ મહામંત્રી, જસદણના પ્રભારી ભગવાનજીભાઈ કરગઠીયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પાર્ટી દ્વારા માંગરોળ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર તરીકે સવારે ટેલીફોનિક જાણ થતાં કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને વધાવ્યો હતો. ભગવાનજીભાઈ કરગઠીયા કોળી સમાજના આગેવાન છે. માંગરોળ મત વિસ્તારમાં ભાજપના કાર્યકરો, આગેવાનોએ મો મીઠા કરાવી બધાએ ખુશી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...