તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વકરતી સ્થિતિ:ગ્રામ્ય પંથક થઇ જાવ સાવધાન, સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે

માણેકવાડા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્વૈચ્છીક બંધ પાળ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે સ્વૈચ્છીક લોકડાઉન કર્યું છે જેમને સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યોં છે. - Divya Bhaskar
સ્વૈચ્છીક બંધ પાળ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓએ સાવચેતીના ભાગરૂપે સ્વૈચ્છીક લોકડાઉન કર્યું છે જેમને સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યોં છે.
 • કોરોના હારશે મારૂ ગામ જીતશે જ સૂત્ર સાથે સહિયારો પ્રયાસ જરૂરી
 • સરપંચો પ્રિ-પ્લાન બનાવે,જે સોસાયટીમાં કેસ હોય ત્યાં અવર-જવર ઉપર પણ પ્રતિબંધ લાદે

કોરોના ની પ્રથમ લહેરમાં ગામડાઓમાં શાંત માહોલ હતો જો કે બીજી લહેરમાં જે ડર હતો તે જ થવા જઈ રહ્યું છે.કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેથી સરકાર,તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે.કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે.ગ્રામ્ય વિસ્તારોને પણ કોરોનાએ બાન માં લીધા છે.

અમુક ગામડા એવા છે કે જ્યાં કેસ સતત વધી રહ્યાં છે અને લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યાં છે.જો કે આ સંક્રમણ ત્યારે જ કાબુ માં આવશે જ્યારે લોકોમાં સ્વૈચ્છીક જાગૃતતા આવશે આ ઉપરાંત દરેક ગામના સરપંચોએ સાથે મળી આ મુદ્દે ચર્ચા કરી પ્રતિબંધો લાદવા જોઈએ જેથી ગામ ને કોરોના મુક્ત બનાવી શકાય તેમ છે.

માસ્ક પહેરી,સોશ્યલ ડિસ્ટન્સ જાળવો
અમુક લોકો એવા વહેમ માં ફરતા હોય છે કે કોરોના થી કઈ જ નહીં થાય આ માનસિકતામાંથી બહાર આવી બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું જ જોઈએ તેમજ ભીડ વાળી જગ્યા માં જવાનું ટાળવું જોઈએ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ.

અમુક ગામમાં કેસ નથી
કેશોદ પંથકના અમુક ગામો એવા પણ છે જે આજની સ્થિતિએ પણ કોરોના મુક્ત છે જો આજ રીતે નિયમોનું પાલન થતું રહેશે તો કોરોના પગપેસારો નહીં જ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો