રાષ્ટ્રિય સામાજિક સહાય કાર્યક્રમ:જૂનાગઢ  જિલ્લામાં 53,357 લાભાર્થીઓને વિધવા, વૃદ્ધ સહિતની સહાયનો પહોંચાડતો લાભ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રિય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP હેઠળની જુદી-જુદી યોજનાઓ માટે પાત્રતા ધરાવનાર એક પણ લાભાર્થી આ યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે કલેક્ટર રચિત રાજના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે. હાલમાં જૂનાગઢ જિલ્લામાં વિધવા, વૃદ્ધ, નિરાધાર વૃદ્ધ અને રાષ્ટ્રિય કુટુંબ સહાય મેળવતા લાભાર્થીઓમાં જિલ્લા વહીવટી તંત્રના સફળ પ્રયાસોથી વધારો થઈ રહ્યો છે.

25 જૂલાઇની સ્થિતિએ વધીને 53,357એ પહોંચ્યો છે. ઉપરાંત 348 જેટલી અરજીઓ મંજૂર થવાની પ્રક્રિયામાં છે. જિલ્લા વહીવટી તંત્ર અશક્ત-જરૂરિયાતમંદ લાભાર્થીઓને સહાયરૂપ થવા માટે અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે તંત્ર તલાટી મંત્રી, આંગણવાડી વર્કર, આશાબહેનો સહિતના કર્મચારીઓના માધ્યમથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓના ઘરે-ઘરે પહોંચી રહ્યું છે.

સમગ્ર જિલ્લામાં 16 મે 2022ની સ્થિતિએ 49,431 લાભાર્થીઓ વિધવા, વૃદ્ધ વગેરે સહાયનો લાભ મેળવી રહ્યા હતા.જેમાં વધારો થઈને 53,357 એ પહોંચ્યો છે. સાથે જ બાકી રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા તંત્ર પ્રયત્નશીલ છે.ઉપરાંત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ખાસ કેમ્પ, સેવાસેતુ વગેરેના માધ્યમથી સમાવી લેવામાં આવે છે. આમ, જિલ્લા કલેક્ટર રચિત રાજની પ્રજાલક્ષી નવીનત્તમ પહેલ થકી જનલ્યાણની યોજનાઓ વેગવાન બની છે.

અન્ય સમાચારો પણ છે...