તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:અત્યાર સુધીમાં 6,500 રાશનકિટના લાભાર્થી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ,વિધવા, જરૂરિયાતમંદ 150ને રાશનકિટ અપાઇ

જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધ, વિધવા અને જરૂરિયાતમંદ 150 લોકોને રાશન કિટ વિતરણ કરાઇ હોવાનું સમુહલગ્નના પ્રણેતા હસમુખ વઘાસીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,જૂનાગઢના આંબાવાડી વિસ્તારના હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 150 પરિવારોની યાદી તૈયાર કરી સહાય કરાઇ હતી. હજુ ભેંસાણમાં આગામી સપ્તાહે 400 લોકોને રાશનકિટ અપાશે.

જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર હરેશભાઇ ગજેરા અને પ્રોગ્રામ સપોર્ટર દિલીપભાઇ મકાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી જૂનાગઢ, ગિર સોમનાથ અને અમરેલી જિલ્લામાં મળી કુલ 6,500 લોકોને રાશનકિટ અપાઇ છે. સાથે કોરોના સુરક્ષા માટે માસ્ક, સેનેટાઇઝ વગેરેનું પણ વિતરણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આત્મા પ્રોજેક્ટના દિવ્યેશભાઇ કાકડીયા, લાલભાઇ વડાલીયા વગેરેએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...