ચૂંટણી:બેલના ઇજનેરોએ ઇવીએમ ચેક કરી લીધા, હવે વિતરણ શરૂ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોફ્ટવેરે કયા બુથમાં ક્યું ઇવીએમ-વીવીપેટ જશે એ પણ નક્કી કરી આપ્યું

ગુજરાતભરમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંજ ચૂંટણી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાની 5 બેઠકો માટે 60 હજારથી વધુ ઇવીએમ મશીનનું ભારત ઇલેક્ટ્રોનિક્સના ઇજનેરો દ્વારા ચેકીંગ કાર્ય એટલેકે, ફર્સ્ટ લેવલ ચેક પૂરું કરી દેવામાં આવ્યું છે. જૂનાગઢ રાજકોટ રોડ પર માર્કેટીંગ યાર્ડના ગેઇટ પાસે આવેલા સંકુલમાંથી ઇવીએમ મશીન ચેક થઇ ગયા બાદ ભારતીય ચૂંટણી પંચનાજ ખાસ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા દરેક મશીનની રેન્ડમાઇઝેશન પદ્ધતિથી બુથને ફાળવણી પણ કરવામાં આવી છે.

અહીંથી હાલ બીયુ, સીયુ અને વીવીપેટ મશીનો જેને વિધાનસભા મતવિસ્તારનાં રીટર્નીંગ ઓફિસરને ફાળવવામાં આવી રહ્યા છે. એટલેકે, ક્યું ઇવીએમ ક્યા બુથને ફાળવવામાં આવશે એ કોઇ વ્યક્તિ નહીં પણ સોફ્ટવેર નક્કી કરતું હોય છે. જે રીતે એક મોબાઇલ ફોનને પોતાના આઇએમઇઆઇ નંબરની યુનિક ઓળખ હોય. એજ રીતે દરેક ઇવીએમને પણ પોતાની યુનિક ઓળખ હોય છે. આખા દેશમાં આ નંબરનું ફક્ત એકજ ઇવીએમ મશીન હોય છે. એ મુજબની ફાળવણી હાલ ચાલી રહી છે. આ મશીન હવે જેતે વિધાનસભા ક્ષેત્રના સ્ટ્રોંગ રૂમમાં હથિયારધારી એસઆરપી જવાનોના ચોકી પહેરા હેઠળ મૂકી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...