રજૂઆત:જૂડાની મિટીંગમાં તુમાખીભર્યું વર્તન, આવેદન દેવા ગયા તો ગેરહાજર!!

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂડાના અધિકારીના વર્તન વિશે સીએમને રજૂઆત

જૂૂડાના અધિકારી ખેડૂતો સાથે તુમાખીભર્યું વર્તન દાખવતા હોય તેમજ મોટાભાગે ગેરહાજર રહેતા હોવાના આક્ષેપ સાથે સીએમને રજૂઆત કરાઇ છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મનપાના કમિશ્નર રાજેશ તન્ના જૂનાગઢ શહેરી સત્તા વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની પણ ફરજ બજાવે છે. દરમિયાન સુખપુર ગામે સુખપુર નગર રચના 9 બાબતે મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં જૂડાના અધિકારીએ ખેડૂતો સાથે તુમાખીભર્યું વર્તન દાખવ્યું હતું.

આ ઉપરાંત આ બાબતે આવેદન દેવા ગયા ત્યારે જાણવા મળ્યું કે, સાહેબ તો ક્યારેય જૂડાની ઓફિસે આવતા જ નથી! મનપા ખાતે જઇએ તો મિટીંગ હોવાનું કહી દેવાય છે! ફોન કરો તો ફોન રિસીવ થતો નથી! ત્યારે આંદોલન થાય તે પહેલા ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે જૂડાના અધિકારી દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...