જવાબદારી સોંપાઇ:ગ્રાહક પંચાયતમાં ગુજરાત અને રાજસ્થાનના સંગઠન મંત્રી બન્યા

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના યોગગુરૂને વધુ એક જવાબદારી સોંપાઇ
  • હરિયાણામાં 28 રાજ્યના 210 કાર્યકર્તામાંથી પસંદગી પામ્યા

જૂનાગઢમાં યોગના અનેક પ્રયોગો કરી યોગગુરૂ તરીકે નામના મેળવનાર રાજુભાઇ રાવલની ગ્રાહક પંચાયતમાં ગુજરાત અને રાજસ્થાનના સહ સંગઠન મંત્રી તરીકે વરણી કરાઇ છે. ગ્રાહકોના હક્ક માટે તેમજ તેમના અધિકાર માટે અખિલ ભારતિય ગ્રાહક પંચાયત કાર્યરત છે. દરમિયાન અખિલ ભારતિય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રિય કાર્ય કારીણીની બેઠક હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં 28 રાજ્યમાંથી 210 કાર્યકર્તાની ઉપસ્થિતી રહી હતી. દરમિયાન અખિલ ભારતિય ગ્રાહક પંચાયતની વર્ષ 2022ની રાષ્ટ્રિય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 15 વર્ષથી સેવા આપનાર રાજુભાઇ રાવલનો વર્ષ 2022ની નવી રાષ્ટ્રિય ટીમમાં સમાવેશ કરી તેમની ગુજરાત તેમજ રાજસ્થાનના સહ સંગઠન મંત્રી તરીકે વરણી કરી નવી જવાબદારી સોંપાઇ છે. આમ, 28 રાજ્યોના 210 કાર્યકર્તામાંથી રાજુભાઇ રાવલની પસંદગી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...