વરણી:માર્કેટીંગ યાર્ડના ચેરમેન બન્યા જિલ્લા સહકારી બેન્કના ચેરમેન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન, એમડીની વરણી
  • કિરીટ પટેલ ચેરમેન, જેઠાભાઇ પાનેરાની એમડી તરીકે નિમણૂંક

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન પદેથી ડોલરભાઇ કોટેચાએ રાજીનામું આપી દીધું છે. એક વ્યક્તિ એક પદના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સિદ્ધાંત મુજબ તેમણે રાજીનામું ધરી દીધું છે. દરમિયાન જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તરીકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલની બિન હરિફ વરણી કરવામાં આવી છે. જ્યારે એમડી તરીકે જેઠાભાઇ પાનેરાની વરણી કરવામાં આવી છે.

આ તકે જિલ્લા સહકારી બેન્કના નવનિયુક્ત ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર એમ 3 જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી આ બેન્કમાં 350 કર્મચારીઓ છે અને 47 શાખા છે. બેન્ક એ ખેડૂતોની સંસ્થા છે જેને અપગ્રેડ કરવાની તૈયારી રહેશે. આ તકે પૂર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચા, જેઠાભાઇ પાનેરા, જવાહરભાઇ ચાવડા સહિતના અનેકની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...