રાજીનામું:બાટવા આરોગ્ય કેન્દ્ર ડો. વિહોણું, એકીસાથે 2 ડોકટરના રાજીનામાં

બાટવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યુના કહેર ટાણે જ દવાખાનું બિમાર, ઈન્ચાર્જથી ગાડું ગબડાવાય છે

બાટવા આરોગ્ય કેન્દ્રના બે ડોક્ટરોએ સરકારની ખોટી નીતીથી કંટાળી રાજીનામાં ધર્યાં છે. શહેરમાં જેન્ગ્યુનો રાફડો ફાટ્યો છે તેવા સમયે આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિહોણું બનતાં પ્રાજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણેક વર્ષથઈ સરકારી દવાખાનામાં લોકો દવા લેવા આવતા થયા હતા. એ પહેલા તો કોઈ ફરકતું ન હતું.

ત્યારે દવાખાનાની ઈમેજમાં સુધારો થતાં લોકોમાં વિશ્વાસ આવતા પ્રજા દવાખાને જતાં થયાં હતા. દરમ્યાન સરકારની ખોટી નીતી અને દખલગીરીના કારણે બે ડો.એ રાજીનામાં આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. તેવા સમયે જ શહેરમાં ડેન્ગ્યુનો રાફડો ફાટ્યો છે.

અને કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિહોણું હોવાથી પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે બ્લોક હેલ્થ ઓફીસર ડો. બગાડા સાથે સંપર્ક કરતાં તેઓએ મીટીંગમાં હોવાનું જણાવ્યું હતુ.

લોકો ઈન્ચાર્જ નામથી કંટાળી ગયા
સુત્રોમાંથી મળતી માહીતી મુજબ એક ડો.ની નિમણુક કરવામાં આવી છે. પરંતુ તેઓ પણ ગાંધીનગર ઈન્ચાર્જમાં છે. દરેક કચેરીમાંં ઈન્ચાર્જ હોય છે પછી ભલે એ તલાટી મંત્રી, ચીફ ઓફીસર કે પછી ડોક્ટર હોય. આથી હવે તો લોકો ઈન્ચાર્જના નામથી કંટાળી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...