રાવ:બાંટવાની પરિણીતાને ઘરકામ બાબતે મેણાંટોણા માર્યા

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદર પંથકનાં દાદરગીર ગામે મહિલાને માર માર્યો

માણાવદરનાં બાંટવા ગામે રહેતી એક પરિણીતાએ વડોદરા સ્થિત સાસરિયાઓ સામે દુ:ખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે દાદરગીર ગામે પણ પરિણીતાને ઢીકાપાટુનો માર મારતા ત્રણ સાસરિયા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. બાંટવામાં રહેતા ટીનાબેન નિશિતભાઈ સંઘાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ એક વર્ષ પહેલાં પતિ નિશિત, સસરા બિપીનભાઈ, સાસુ ભાવનાબેને ઘરકામ બાબતે અવારનવાર ટીનાબેનને મેણાટોણા મારતા હોય અને સારિરીક માનસિક દુ:ખત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

જ્યારે વિસાવદરનાં દાદર ગામે રહેતા શોભનાબેન યોગેશભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર બિજલ ભીખા ચૌહાણ અને મંજુબેને શોભનાબેનનાં પતિ યોગેશ આગળ શોભનાબેન વિશે ઘરકામ બાબતે તેમજ ચારિત્ર્ય બાબતે ખોટી ચઢાણી કરી હોય જેથી યોગેશે શોભનાબેનને ગાળો ભાંડી હતી. અને અવારનવાર મારમાર્યો હોય જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...