તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:બાંટવાના 50 વર્ષિય ઉદ્યોગપતિઅે 67મી વખત રક્તદાનમાં ભાગ લીધો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા ના રક્તદાન કેમ્પનું આયોજન
  • 70 મહિલાઓએ પણ રક્તદાન કર્યું, 257 રક્ત એકત્ર થયું

માણાવદર તાલુકાના બાંટવા ગામે આવેલ જ્હાન્વી શાળાના મેદાનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આ રક્તદાન કેમ્પમાં 70 મહિલાઓએ પણ રક્તદાન કરતા કુલ 257 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટીતંત્ર અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા બાંટવામાં રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.

આ કેમ્પમાં બાંટવાના જીનીંગના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષિય ઉદ્યોગપતિ વિરેન્દ્રભાઇ કે. મારૂએ 67મી વખત રક્તદાન કર્યું હતું. આ તકે 70 જેટલી મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું. કેમ્પમાં કુલ 257 બોટલ રક્ત એકત્રિત થયું છે જે કોરોનાના કપરા કાળમાં દર્દીઓને ઉપયોગી થશે. આ તકે વિનોદ રાવ, એ.જે. શાહ,ડી.એસ. પટેલ, પ્રફુલ્લ જલુ, એમ.આઇ. જોષી, એચ.એન. ચાવડા,મહેશ મહેતા,પ્રકાશ ત્રિવેદી વગેરે અધિકારીઓ રાજ્યકક્ષાના વેબીનારના માધ્યમથી જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser