છેતરપીંડી:બેંકના કર્મીએ 68 લાખ સેરવી લીધા, ખેતી લોનનાં નામે નાણાં સેરવી લીધાની છેતરપીંડીની ફરિયાદ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસાવદરની એક્સીસ બ્રાન્ચના મેનેજર મનીષ ઓઝા (ઉ. 40) અને પોતાનીજ બ્રાન્ચમાં રીલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતા અમિત ડોબરિયા સામે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છેકે, અમિતને ખેતીની લોન સાથે જોડાયેલી સવલતો અને એ સવલતો મેળવી ચૂકેલા ખેડૂતોને તેમની લોન રીન્યુઅલ કરી આપવાની કામગિરી સોંપાઇ હતી. જેમાં તેણે ઘણા ખેડૂતોને વિશ્વાસમાં લઇ ખેડૂતો પાસેથી લોનના ડોક્યુમેન્ટ્સ સાથે પછીની તારીખના સહી કરેલા ચેકો પણ મેળવી લીધા હતા. એ ચેક પોતે બેંકમાં જમા કરાવી દેશે એવી ખાત્રી આપી હતી. પણ જમા કરાવ્યા નહોતા. એને બદલે એ ચેકોનો ઉપયોગ કરી ખેડૂતોના ખાતામાંથી રૂપિયા ઉપાડી પોતાના અંગત ખાતાઓમાં 68,64,000ની રકમ જમા કરાવી દીધી હતી. 

અન્ય સમાચારો પણ છે...