તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મ દિવસની અનોખી ઉજવણી:બેન્ક કર્મીએ જન્મ દિવસે જૂનાગઢનાં મોતીબાગમાં કચરાની સફાઇ કરી

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છતા, પર્યાવરણ, ટ્રાફિક જાગૃત્તિ માટે અભિયાન
  • લોકોને સ્વચ્છતા જાળવવા પેમ્પલેટ આપવામાં આવ્યા

કેશોદની બેન્કમાં સર્વિસ કરતા ચિંતનભાઇ જાનીએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે જન્મ દિવસથી જ મોતીબાગ વિસ્તારના શોપીંગ સેન્ટર પાસે પડેલા કચરાનો નિકાલ કર્યો હતો. સાથોસાથ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરતી પત્રિકાનું પણ વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત બ્લડ ડોનેશન પણ કર્યું હતું. હવે આ સફાઇ દર મહિનાના બીજા રવિવારે શહેરના અલગ અલગ સ્થળો પર કરવામાં આવશે. જ્યારે સ્વચ્છતા સાથે પર્યાવરણ અને ટ્રાફિક જાગૃત્તિ માટે અભિગમ ઇન્ડીયા નામથી નવું અભિયાન શરૂ કર્યું છે. જ્યારે ચિંતન જાનીએ દર ત્રણ મહિને રક્તદાન કરવાનો પણ સંકલ્પ કર્યો છે. આમ, એક બેન્ક કર્મીએ વિવિધ સમાજોપયોગી કાર્યો સાથે જન્મ દિવસની ઉજવણી કરી અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે.

અન્ય સમાચારો પણ છે...