પોલીસ કાર્યવાહી:જૂનાગઢ તાલુકા સેવા સદનની 300 મીટરની ત્રિજ્યામાં ધંધાદારી અરજી લખનારા પર પ્રતિબંધ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારો પાસેથી પૈસા લઇને અરજીઓ લખાવી દેતા 9 શખ્સો સામે પોલીસ કાર્યવાહી

જૂનાગઢ તાલુકા સેવા સદન આસપાસ બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા લોકોની અરજીઓ લખાવી વધુ પૈસા લેવાતા હોવાની શહેરી મામલતદાર સહિતના અધિકારીઓને ફરિયાદ થતા તપાસ હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન આ હકિકત જણાતા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને આ દૂષણને અટકાવવા માટે કચેરીની 300 મિટરની ત્રિજ્યામાં બીનઅધિકૃત રીતે અરજીઓ લખતા શખ્સો સામે અગાઉ બહાર પડેલ જાહેરનામાંનો અમલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે 22 જૂલાઇના બી ડિવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે જાણ કરતા પોલીસે 9 શખ્સોને પકડી IPC કલમ-188 મુજબ કાર્યવાહી કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીમાં સોગંદનામાં સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જન સેવામાં તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવે છે. ત્યારે લોકોને બિન અધિકૃત વ્યક્તિઓનો નહિ પરંતુ જનસેવાના કેન્દ્રનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આ રીતે અરજદારોને સારી સેવા મળશે અને વધારાના ખર્ચથી પણ મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...