નિર્ણય:દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમ સાઇટ પર જવાનો પ્રતિબંધ મોકૂફ રખાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી સ્થિતી સામાન્ય થતા તંત્રએ નિર્ણય કર્યો

ગિરનારના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા વિલીંગ્ડન ડેમ તેમજ દામોદર કુંડ ભરાઇ ગયા હતા. દરમિયાન વધુ વરસાદની આગાહીના પગલે કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયાએ 13 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી (બન્ને દિવસો સહિત)દામોદર કુંડ અને વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દરમિયાન આ પ્રતિબંધાત્મક જાહેરનામા સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

બાદમાં આ જાહેરનામાની અમલવારી 15 સપ્ટેમ્બરથી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયાએ સુધારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવાયું હતું કે, હાલ વરસાદની સ્થિતી સામાન્ય થયેલ હોય 15 સપ્ટેમ્બરથી આ જાહેરનામની અમલવારી મોકૂફ રાખવાનો આદેશ કરાયો છે. આમ, હવે લોકો ફરીથી દામોદર કુંડ, વિલીંગ્ડન ડેમે જઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...