તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંહબાળનો મૃતદેહ મળ્યો:ગીર ગઢડાની બાબરીયા રેન્જમાંથી બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇનફાઈટમાં ઘાયલ થતા શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા મૃત્યુ થયાનું વન વિભાગનું અનુમાન

ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડાની બાબરીયા રેંજની ઝાખિયા રાઉન્ડ બીટમાંથી સાતેક મહિનાનો સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. સિંહબાળ ઘાયલ થતા શ્વાસ લેવામાં તકલીફ થતા મૃત્યુ થયાનું વન વિભાગે અનુમાન દર્શાવ્યું છે. જો કે સિંહબાળના મોતનું કારણ જાણવા પીએમ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

જીલ્લાના ગીરગઢડાના બાબરીયા રેન્જની ઝાખિયા રાઉન્ડની બીટ વિસ્તારમાં ઝાંખિયા ડુંગર નજીકથી 6 થી 7 મહિનાની ઉંમરનો માદા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. જેના પગલે સ્થળ પર વન અધિકારી ઓ સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

તપાસમાં સિંહબાળ અન્ય વન્યપ્રાણી સાથે ઈનફાઈટ દરમ્યાન ઘાયલ થતા શ્વસનતંત્રમાં ખામીને સર્જાઈ હતી. જેના લીધે સિંહબાળને શ્વાસ લેવામાં તકલીફ થતા મૃત્યુ થયું હોવાનું વન વિભાગના અધિકારીઓએ અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે, મૃત્યુનું સાચું કારણ જાણવા સિંહબાળના મૃતદેહને પીએમ અર્થે લઈ જવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો