તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:મુખ્ય આરોપીને જામીન, તો મને પણ આપોની દલીલ કોર્ટમાં ન ચાલી

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કેશોદ પાસેથી પકડાયેલા 62 લાખના દારૂમાં આરોપીને જામીન ન મળ્યા

જૂનાગઢના બુટલેગરનો દારૂ કેશોદ પાસે એક ગોડાઉનમાંથી પકડાયો હતો. ગોડાઉન તેણે ખોટા નામે ભાડે રાખ્યું હતું. આ ગુનામાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. જૂનાગઢના સમીર ડોસાભાઇ કોડિયાતર (ઉ. 32), રવિ હમીર ભારાઇ અને યોગેશ હરજીવનભાઇ ગોંડલિયાએ અગતરાયના પાટિયાથી કેશોદ તરફ જતા એક કારખાનાને પશુઆહારના ગોડાઉન તરીકે ભાડે રાખ્યું હતું. જેમાં રવિની અટક ભારાઇને બદલે ભરાડ લખાવી હતી. બાદમાં એ ગોડાઉનમાં રૂ. 62.11 લાખનો દારૂ ભર્યો હતો. આ ગુનામાં પોલીસે સમીરને પકડી જેલ હવાલે કર્યો છે.

તેણે જામીન અરજીમાં એવી દલીલ કરી કે, આ ગુનાના મુખ્ય આરોપી ધીરેન અમૃતલાલ કારિયા અને વિપીન ઉર્ફે વિક્કી રાજપાલસિંહને હાઇકોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. આથી પોતાને પણ જામીન પર છોડવામાં આવે. જોકે, સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, જે આરોપીઓને હાઇકોર્ટે મુક્ત કર્યા છે તેમના નામો ફરિયાદમાં નથી. આથી પેરિટીનો સિદ્ધાંત આરોપીને મળી શકે નહીં. આથી કેશોદના એડી. સેશન્સ જજ ટી. ડી. પડીઆએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો