જામીન નામંજૂર:વેરાવળમાં યુવતી ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીની જામીન અરજી એડી.સેશન્સ કોર્ટ દ્વારા ફગાવાયા

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 ફેબ્રુઆરીના રોજ આરોપીએ યુવતીના ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો

વેરાવળમાં ગત તા.21 ના રોજ ડાભોર રોડ ઉપર ટાગોર સોસાયટી નં.2 વિસ્તારમાં ઘરમાં રહેલી એકલી યુવતી ઉપર યશ બિપીન કારીયા નામના યુવકએ હિંસક હુમલો કરી યુવતીને છરી ના ઘા મારી નાસી છુટયો હતો. જયારે વિપ્ર યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતી. આ ઘટનામાં પોલીસે આઇ.પી.સી. કલમ 307, 354 ડી, 452 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી યુવક યશ કારીયા
આરોપી યુવક યશ કારીયા

આ ઘટનામાં આરોપી યશ કારીયા એ વેરાવળમાં ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરેલ હતી. જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળા એ દલીલો કરી જણાવેલ કે, આરોપી એ ઉગ્ર ગુનાહીત માનસ સાથે ભોગ બનનારને મારી નાખવાના ઇરાદે ઘાતક હુમલો કરેલ છે. અરજદારની માનસિક અસ્વસ્થતા હોય તો ઘરના જવાબદારોએ તેની યોગ્ય કાળજી લેવી જોઇએ જેથી આ ગંભીર હુમલો સહજતાથી લઇ શકાય નહી અને એકત્રિત કરેલ પુરાવાઓ જોતા સીધી સંડોવણી અને ગંભીર ગુનાહીત ઇરાદે પ્રસ્થાપિત થાય છે. હાલમાં રાજયમાં બાળાઓ અને સ્ત્રીઓ ઉપરના આ રીતના હુમલાઓ ખૂબ જ ચિંતાનો વિષય હોય જેના કારણે સ્ત્રીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. જેથી સમાજમાં દાખલો બેસે તે માટે આવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો તપાસના છેડા સુધી પહોંચી ન શકાય અને પંચ પુરાવાને લોભ, લાલચ, પ્રલોભન કે ધાક-ધમકી આપી ફોડવાં પ્રયત્ન કરે તેવી શકયાતાઓ હોવાની દલીલો કરેલ જેને કોર્ટ એ લક્ષામાં રાખી ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી બી.એલ.ચોઈથાણીએ આરોપીની જામીન પર મુકત થવાની અરજી ના મંજુર કરેલ હોવાનું જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...