તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:યુવાનના અર્ધનગ્ન ફોટા પાડી રૂપિયા માંગનારના જામીન રદ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સસ્તા મકાનની લાલચ આપી ઉપલેટા લઇ જઇ ખેલ પાડ્યો હતો

માણાવદરના યુવાનને એક વર્ષ પહેલાં બે શખ્સોએ સસ્તા મકાનની લાલચ આપી ઉપલેટા લઇ જઇ અર્ધનગ્ન ફોટા પાડી 15 લાખની ખંડણી માંગી હતી. જેમાં કોર્ટે બે આરોપીના જામીન ફગાવી દીધા હતા.માણાવદરમાં એક વર્ષ પહેલાં એક યુવાનને સસ્તા મકાનની લાલચ આપી ઉપલેટા લઇ જઇ બાદમાં યુવતી સાથે અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડી દુષ્કર્મના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂ. 15 લાખની ખંડણી માંગવાનો ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં પોલીસે ઉપલેટાના પંચહાટડી રોડ પર રહેતા જાહીર જાવિદભાઇ ધરાર (ઉ. 33) અને જાકીર અબ્દુલભાઇ શેખ (ઉ. 33) ની ધરપકડ કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા. બંનેએ વંથલીના એડી. સેશન્સ જજ પી. જી. વ્યાસની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં ખાસ સરકારી વકીલ ડી. સી. ઠાકરની દલીલને ધ્યાને લઇ કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...