તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી:3 વર્ષ પૂર્વે થયેલી 91 લાખની છેતરપિંડીમાં જામીન રદ્દ, આજીવન કેદની સજાની જોગવાઇથી અપીલ ફગાવાઇ

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

3 વર્ષ પહેલા 91 લાખની છેતરપિંડીનો કેસ કોર્ટમાં ચાલી જતાં  કોર્ટે આરોપીની જામીન અરજીની દરખાસ્ત ફગાવી હતી.ગોંડલ તાલુકાના રાણશીકી ગામના હાર્દિક ઉર્ફે પ્રિન્સ હિંમતભાઇ કાછડિયા નામના શખ્સ સામે વર્ષ 2017 માં જૂનાગઢના બી ડિવીઝન પોલીસ મથકમાં રૂ. 91,20,262 ની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપીએ તેમાં બનાવટી દસ્તાવેજનો બનાવીને ગુનો આચર્યાનું પણ જણાવાયું હતું. આ બનાવમાં આરોપી હાલ જ્યુડિશીયલ કસ્ટડીમાં જેલ હવાલે છે. તેણે કોરોનાના લોકડાઉનની પરિસ્થિતીને લીધે કામચલાઉ જામીન માંગ્યા હતા. જેની સુનાવણીમાં જિલ્લા સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, હાઇપાવર કમિટીએ દિશા નિર્દેશ આપેલ છે તેમાં આજીવન કેદની સજાને પાત્ર અને બનાવટી દસ્તાવેજનો ગુનો છે. આથી તેને જામીન આપી શકાય નહીં. આ દલીલને માન્ય રાખી જૂનાગઢના ચોથા એડી. સેશન્સ જજ પી. એમ. સાયાણીએ આરોપીની અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો