તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસર કેરી મોંઘી:કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, ગીરની કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતામાં

વેરાવળ13 દિવસ પહેલા
  • ગત વર્ષે રૂ.500 માં મળતી કેસર કેરીની પેટી આ વર્ષે રૂ.600 થી 700 માં મળે તેવા એંઘાણ

ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહી છે. ત્યારે હાલ કેસર કેરીની વાત કરીએ તો આ વર્ષે ગીરની પ્રખ્‍યાત કેસર કેરીનો 60 ટકાથી વધુનો પાક નિષ્ફળ ગયો છે. કારણ કે, થોડા સમય પૂર્વે હવામાનમાં આવેલ પલ્ટાએ કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા 60 ટકા મોર બળીને ખાખ થઇ ગયા છે.

જેથી ગત વર્ષે રૂ.500 માં મળતી કેસર કેરીની પેટીનો ભાવ આ વખતની સીઝનમાં મોંઘો રહેશે. જેથી આ સીઝનમાં ઉંચા ભાવનાં રહેવાના કારણે કેસર કેરીનો સ્‍વાદ સામાન્ય વર્ગના લોકોને કડવો લાગશે તેવા એંઘાણ સર્જાયા છે. જો કે, કેસર કેરીનો પાક નિષ્‍ફળ જવાના કારણે બગાયતી ખેડૂતો ભારે ચિંતિત બન્‍યા હોવાથી ભારતીય કિસાન સંઘ દ્વારા સર્વે કરી સહાય માટે રાજય સરકારને રજૂઆત કરી છે.

કેસર કેરીના આંબાનો બગીચો
કેસર કેરીના આંબાનો બગીચો

ગીર પંથકની પ્રખ્‍યાત કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા સાતેક વર્ષથી ક્રમશ ઘટી રહ્યું છે. તેવા સમયે ચાલુ વર્ષે પણ વાતાવરણમાં કલાઇમેન્‍ટ ચેન્‍જની અસરના કારણે કેરીના બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જે અંગે બગાયતી ખેડૂત દેવશી સોલંકી અને તાલાલાના ખેડૂત મનસુખ ટીમળીયાએ જણાવેલ કે, આ વર્ષે શરૂઆતમાં આંબાના બગીચાઓમાં ભારે મોર આવતાં ખેડૂતો રાજી થઇ ગયેલા પરંતુ થોડા સમય પૂર્વે હવામાનમાં આવેલ પલ્ટાના કારણે કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા 60 ટકા મોર બળીને રાખ થઇ ગયા હતા. જેના કારણે નાની કેરી આપો આપ ખરી જતાં વર્તમાન સમયમાં 40 ટકા જેટલો જ કેરીનો પાક હાલ આંબ પર જોવા મળી રહ્યો છે. ત્‍યારે સંપૂર્ણ બાગાયત પર નિર્ભર ખેડૂતોની સ્‍થ‍િતિ કફોડી બની ગઇ છે.

મેંગો માર્કેટમાં કેરીની આવક અોછી રહેવાની ઘારણા

સામાન્ય નિયમ પ્રમાણે ઉત્પાદન ઘટતા ભાવો ઉંચા જવાની પુરી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેસર કેરીનો પાક આ વખતે આખતર-પાછતર છે. ઓછા ઉત્પાદનને કારણે આ વખતે કેરીનાં ભાવ પણ ઉંચા રહેશે તેવી કેરીના વેપારીઓ આશા વ્‍યકત કરી રહ્યાં છે. ત્‍યારે તાલાલા ગીરના કેસર કેરીના હોલસેલ વેપારી કાળુ બોરીચાના જણાવ્યા મુજબ કેસર કેરીના પાકને જાણે હવામાનનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કેરીનો પાક ધટી રહ્યો છે. ગ્લોબલવોર્મીંગની માઠી અસર ગીરની કેસર કેરીને પહોંચી છે. ગયા વર્ષની વાત કરીએ તો તાલાળા યાર્ડમાં અંદાજે 8 થી 9 લાખ કેરીનાં બોકસ વેંચાણ અર્થે આવ્યા હતા. જયારે આ વર્ષે 5 થી 6 લાખ કેરીનાં બોક્ષ આવવાની સંભાવના છે. કારણ કે, આ વર્ષે કેસર કેરીનો પાક 60 થી 70 ટકા નિષ્ફળ ગયો હોવાથી કેસર કેરી બજારમાં ઓછા પ્રમાણમાં આવશે. આગામી કેરીની સીઝન તા.25 એપ્રીલ આસપાસ શરૂ થશે. આ સાથે 20 થી 25 દિવસ ચાલે તેવું વર્તમાન સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

વેપારી કાળુ બોરીચાએ વધુમાં જણાવેલ કે, ગયા વર્ષે જે ફસ્ટ ક્વોલિટીની કેસર કેરી રૂ.400 થી 500 માં મળતી હતી. તે આ વર્ષે રૂ.600 થી 700 માં વેંચાશે. જયારે સામાન્ય કેટેગરીની કેસર કેરી ગયા વર્ષે રૂ.200 માં 10 કીલોનું બોક્સ વેચાતું હતુ. તે આ વર્ષે રૂ.300 થી 500 માં વેચાવાની સંભાવના છે. જેથી સામાન્ય વર્ગના લોકોને આ વર્ષે ઉંચા ભાવનાં કારણે કેરીનો સ્‍વાદ કડવો લાગશે.

આંબામાં ઝુલતી કેસર કેરી
આંબામાં ઝુલતી કેસર કેરી

બાગાયતી ખેડૂતો ભારે ચિંતિત બનતા ભારતીય કિસાન સંઘ દ્વારા સર્વે કરી સહાય માટે સરકારને રજૂઆત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની આબાદી અને સમૃધ્ધિમાં જેનું અગ્રીમ અને સર્વોત્તમ યોગદાન છે. તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને ચાલુ વર્ષે વળતર ચુકવવાની માંગણી કરાય છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી હોવાથી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. જેમાં ચાલુ વર્ષે કેસર કેરીના ઝાડ પર ઈયળ, મઘીયો અને નાની જીવાતનાં કારણે વ્યાપક પ્રમાણમાં કેરીના પાકને મોટો ફટકો પડ્યો છે. તાલાલા કિસાન સંઘ પ્રમુખ પ્રવીણ સોડવડીયાના જણાવ્‍યા મુજબ તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નાશ પામતા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજય સરકારને આવેદન પત્ર પાઠવી કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો