જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કિટકશાસ્ત્ર વિભાગ દ્વારા વર્લ્ડ બેંક, આઈ.સી.એ.આર, ન્યુ દિલ્હીનાં સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના અંતર્ગત કુલપતિ ડો.વી.પી. ચોવટિયાના અને સંશોધન નિયામક તથા પ્રોજેક્ટ પી.આઈ. ડો. એચ. એમ. ગાજીપરાના માર્ગદર્શન હેઠળ કૃષિ સ્નાતક કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે ડ્રોન ટેક્નોલોજી પાકસંરક્ષણમાં ભવિષ્યની સંભાવનાઓ વિષયપર તા: 6 અને 7 માર્ચ બે દિવસીય તાલીમ યોજાઈ હતી. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. પી.એમ. ચૌહાણએ ડ્રોન વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ સહસંશોધન નિયામક તથા પ્રોજેક્ટ કો- પી.આઈ. ડો.પી. મોહનોતે પાક સંરક્ષણ વખતે ભવિષ્યમાં ડ્રોનના સંભાવિત ઉપયોગ વિષે જાણકારી આપી હતી. તા. 6 ના રોજ તાલીમ અને માર્ગદર્શન તેમજ તા. 7 ના રોજ તલ, ચણા અને રીંગણ પાક ઉપર છંટકાવનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતુ.
સાથે ડ્રોનની ઉપયોગીતા, તેને વાપરવાની સમજ અને એસઓપી, તેના દ્વારા પ્રેક્ટિકલી રોગજીવાતનાં નિયંત્રણ માટે જંતુનાશક તેમજ અન્ય રસાયણોનો ડ્રોન દ્વારા છંટકાવ વગેરેની તાલીમ આપી હતી. તાલીમને સફળ બનાવવામાં કિટકશાસ્ત્ર વિભાગનાં વડા ડો એમ.એફ. આચાર્ય, ડો. કે. ડી. શાહ અને અન્ય સ્ટાફની ટીમે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.